
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે પત્ની બીમારીની સારવારથી ત્રસ્ત પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી…
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીની સારવારથી ત્રસ્ત બનેલા પતિએ બીમાર પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના કતવારા નજીક ચંદવાણા ગામના રહેવાસી નીતિનભાઈ હમીરભાઈ ડામોરની પત્ની મજાબેન ઉર્ફે બબલીબેન નીતિનભાઈ ડામોર ને ખેંચ આવવાની બીમારી હોઈ બબલીબેનને અવાર નવાર ખેંચ આવતા તેઓને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવતું હતું. જે અંગે બબલીબેનને વારંવાર બીમારીના કારણે દવાખાનાની દોડધામથી ત્રસ્ત બનેલા તેમના પતિ નીતિનભાઈ ડામોર ત્રસ્ત બન્યા હતા. અને તેમની પત્નીને આજીવન બીમારીથી મુક્ત કરાવવા તેમજ દવાખાનાની પળોજણમાંથી કાયમ માટે બહાર નીકળી જવા માટે બબલીબેનની હત્યાં કરી બબીબેન મૃત્યુ ખેંચની બીમારીમા ખપાવી દેવાનું મનોમન નક્કી કરીને બેઠેલા નીતિનભાઈએ ગતરોજ 26.06.2022 ના રોજ રાત્રીના ત્રણ વાગ્યાંના સુમારે કોઈક કપડાં કે અન્ય કોઈ વડે બબલીબેનનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. અને ત્યારબાદ નક્કી કરેલ ષડયંત્ર મુજબ બબીબેન નું મૃત્યુ ખેંચ આવવાના કારણે થયું હોવાનું ડોળ કર્યું હતું. જોકે બબલીબેનના પરિવારજનોને કંઈક રંધાયું હોવાની આશંકા જતા તેઓએ પોલીસને જાણ કરી તપાસ હાથ ધરવાની રજૂઆત કરી હતી ત્યારબાદ સથવારા પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન બબલીબેનનું મૃત્યુ ખેંચની બીમારીના લીધે નહિ પરંતુ ગળું દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે મરણ જનારના પતિ નીતિનભાઈ ડામોરની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા પોલીસ પૂછપરછમાં નીતિનભાઈએ હત્યા કરી હોવાનું કબુલાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
ઉપરોકત બનાવ સંદર્ભે મરણ જનાર બબલીબેન નીતિનભાઈ હમીરભાઇ ડામોરના પિતા રણીયાભાઈ બીજીયાભાઈ મિનામાં રહે. મોટી ખરજનાઓએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે નીતિનભાઈ ડામોર હત્યા સંદર્ભે ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો હતો.