Sunday, 13/07/2025
Dark Mode

જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે સંજેલી સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પસંદગી થઈ

June 23, 2022
        502
જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે સંજેલી સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પસંદગી થઈ

કપિલ સાધુ :- સંજેલી 

જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે સંજેલી સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પસંદગી થઈ

સંજેલી તા.23

સંજેલી તાલુકા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા સંજેલી માં ધોરણ 5 માં અભ્યાસ કરતો હરિજન જયરાજ ભરતભાઇ ને આચાર્ય સોલંકી અંકિત મનુભાઈ ના માર્ગદર્શન હેઠળ તેઓ ની પસંદગી જિલ્લા કક્ષા ના સ્પોર્ટ્સ સ્કૂલ માં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.તેઓ ને બરોડા ની C.A. Patel learning institute Vadodara માં એડમીશન મળેલ છે.ગોધરા ખાતે યોજાયેલ યંગ ટેલેન્ટ ખેલાડી માં સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ના ચાર બાળકો ની પસંદગી થઈ હતી અને તે પૈકી એક બાળક ને પરીક્ષા માં પાસ થઈને સફળતા મળી છે .તેઓ ની સફળતા માં તેણે શાળા તેમજ સમગ્ર તાલુકા નું નામ રોશન કર્યું છે.તેઓ ને ધોરણ 6થી 12 સુધી નો તમામ ખર્ચ ભણવા રેહવા જમવા સાથે નો સરકાર દ્વારા ઉપાડવામાં આવશે અને તેઓ ને રમત નો શ્રેષ્ઠ ખેલાડી પણ બનાવમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!