![લીમખેડા મામલેદાર કચેરીના પટાંગણમાં દિપડો લટાર મારતો જોવાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ:સમગ્ર મામલો CCTV કેમેરામાં કેદ થયો…](https://dahodlive.com/wp-content/uploads/2021/05/IMG_20210514_094131-534x377.jpg)
જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમખેડા મામલેદાર કચેરીના પટાંગણમાં દિપડો લટાર મારતો જોવાયો..
મામલેદાર કચેરીએ સાંજના સમયે દિપડો કચેરીના લટાર મારતો જોવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ
દિપડો લટાર મારવાના દૃશ્યો થયા સીસીટીવીમાં કેદ
લીમખેડા તા. 25
લીમખેડા મામલતદાર કચેરીના પટાંગણમાં ગત સાંજે વન્ય પ્રાણી દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.છાશવારે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ‘આવી પશુઓનુ મારણ કરતા હોવાના બનાવો બન્યા છે
મામલતદાર કચેરીના પટાંગણમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાના દ્રશ્યો
લીમખેડા મામલતદાર કચેરીના પટાંગણમાં ગત સાંજે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ લટાર મારતા સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થયો હતો. મામલતદાર કચેરીને અડીને છે. આશ્રમશાળાઓ તેમજ આદર્શ અને મોડેલ સ્કૂલ સહિતની ૩ થી ૪ જેટલી શાળાઓ આવેલી છે.તેથી મામલતદાર કચેરી પાસે પોલીસ પોઈન્ટ પણ મૂકેલો છે.ગત સાંજે પોલીસ પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાને દીપડાનો ઘૂરકાટ સાંભળી ભયથી ફફડી ઉઠ્યો હતો.અને દીપડા ઉપર નજર પડતા બૂમાબૂમ કરી હતી.અવાજ સાંભળી દીપડો કચેરીના પટાંગણમાંથી ભાગી છૂટયો હતો. જોકે સદનસીબે ફરજ ઉપર હાજર આ હોમગાર્ડના જવાનોનો બચાવ થયો હતો.વનવિભાગ દ્વારા પ્રાણીઓને પાણી પીવા માટે જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા હવાડાઓ પણ કોરાધાકોડ પડ્યા છે.તેથી શિકાર અને પાણીની શોધ માટે વન્યપ્રાણી દીપડાઓ અવાર-નવાર રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે.તેથી મામલતદાર કચેરીના પ્રાંગણમાં દીપડાએ મારેલી લટારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પાલ્લી અને લીમખેડા પંથકમાંમાં ભય ફેલાયો છે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘરના આંગણામાં બહાર ખુલ્લામાં નીંદર માણતા હોય છે પરંતુ આ બનાવથી બહાર ઘરના આંગણામાં ખુલ્લામાં નીંદર માણતા ગ્રામીણ જેનોમાં ભય ફેલાયો છે