Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બેનાં મોત…

June 19, 2022
        232
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બેનાં મોત…

સુમિત વણઝારા

 

 

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બેનાં મોત…

 

દાહોદ તા.૧૯

 

દાહોદ જિલ્લામાં બે સ્થળોએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી જુનના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ રોહિતભાઈ જશવંતસિંહ માલવીયા (રહે. જેતપુર (દુ), માલવીયા ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ) નાને અડફેટમાં લેતાં રોહિતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન રોહિતભાઈનું મોત નીપજતાં આ સંબંધે જેતપુર (દુ) ગામે માલવીયા ફળિયામાં રહેતાં કાર્તિકભાઈ પ્રકાશભાઈ માલવીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના જેકોટ ગામે અમદાવાદ – ઈન્દૌર હાઈવે ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી જુનના રોજ કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ પિતા – પુત્ર જવસીંગભાઈ મડુભાઈ રાઠોડ અને અંકિતભાઈ જવસીંગભાઈ રાઠોડ (બંન્ને રહે. રોઝમ, હોળી ફળિયું, તા. જિ. દાહોદ) નાઓને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પિતા – પુત્ર બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાતાં પિતા – પુત્રને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અંકિતભાઈનું મોત નીપજતાં આ સંબંધે રોઝમ ગામે હોળી ફળિયામાં રહેતાં હિતેશભાઈ જવસીંગભાઈ રાઠોડે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!