Wednesday, 10/08/2022
Dark Mode

ગરબાડા તાલુકાના વડવા ગામને જોડતા રસ્તા પર બ્રિજ નુ કામ ચાર માસથી  ખોરંભે પડ્યું.

June 19, 2022
        169

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના વડવા ગામને જોડતા રસ્તા પર બ્રિજ નુ કામ ચાર માસથી  ખોરંભે પડ્યું.

ચાર માસથી કામ બંધ હાલતમાં:વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકી…

 

ગરબાડા તા.19

 

 ગરબાડા તાલુકાના વડવા ગામ પસાર થતાં કોતર પર ઘણા સમયથી બ્રિજની માગણી કરવામાં આવતી હતી આ કોતરમાં ચોમાસાના વરસાદના કારણે બનાવેલા ડીપ ઉપર પાણી ફરી વળતા હોવાના કારણે ગામમાં જવા આવવાનો રસ્તો બંધ થઇ જતો હતો.જેથી ગ્રામજનો દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા આ કોતર પર નવીન બ્રિજ બનાવવા સરકાર સમક્ષ માંગણી કરતા સરકાર દ્વારા વડવા ગામ ના કોતર પર બ્રિજ બાંધવાની મંજુરી મળતા આર & બી પંચાયત દ્વારા ટેન્ડર બહાર પાડી શકતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા ફેબ્રુઆરી માસમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું એકાદ માસ સુધી કામ શરૂ કરી પછી થી એજન્સીએ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેની રજૂઆત ગ્રામજનો દ્વારા માર્ગ-મકાન વિભાગ પંચાયત ને કરવામાં આવી હતી. આરએન્ડબી દ્વારા એજન્સીને વારંવાર કામ શરૂ કરવા માટે નોટિસો પાઠવી છતાં કામ શરૂ કરવા માં ના આવતા કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની પણ તજવીજ હાથ ધરી. પરંતુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે  એક ડાઇવર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ ડાયવર્ઝન પર પણ ચોમાસાના વરસાદના પાણી ફરી વળશે ત્યારે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવશે.

 

એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.:- નાયબ કાર્યપાલક ઇજનેર. સંગાડા (માર્ગ-મકાન પંચાયત)

 

બ્રિજ બનાવવાનું કામ શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેન્ડર દ્વારા મળતા કામ શરૂ કરી અધૂરું છોડી જતા રહેતા અમે અનેક વાર ફોન દ્વારા અને નોટિસો દ્વારા કહેવામાં આવ્યું છે છતાં કામ શરૂ ન કરતા હવે આ એજન્સી ઉપર બ્લેકલીસ્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!