
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના નસીરપુર ગામે નજીવી બાબતે ચાર ઈસમોએ લોખંડની પાઈપો છુટા પથ્થરો વડે એક મહિલા સહિત ત્રણ જણા પર તૂટી પડ્યા..
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના નસીરપુર ગામે ઝગડાનું કારણ પુછતાં ચાર જેટલા ઈસમોએ એક સંપ થઈ મહિલા સહિત ત્રણ જણાને લોખંડની પાઈપ વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૭મી જુનના રોજ દાહોદ તાલુકાના નસીરપુર ગામેલ બામણીયા ફળિયામાં રહેતાં હરણભાઈ બચુભાઈ કતીજા અને કલાભાઈ બચુભાઈ કતીજા વચ્ચે મારામારી થઈ હતી જે બાબતે ગામમાં રહેતાં અર્જુનભાઈ બચુભાઈ કતીજા દ્વારા કલાભાઈ કતીજાને ઝઘડાનું કારણ પુછતાં કલાભાઈ બચુભાઈ કતીજા, મહેશભાઈ મગનભાઈ ગણાવા, મુકેશભાઈ કનુભાઈ ગણાવા અને પારસીંગભાઈ તીતરભાઈ કમળી (ચારેય રહે. નસીરપુર, બામણીયા ફળિયુ, તા. જિ.દાહોદ) નાઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ અર્જુનભાઈ બબલાભાઈ કતીજા, શૈલેષભાઈ બબલાભાઈ કતીજા અને રેખાબેન શૈલેષભાઈ કતીજાને લોખંડની પાઈપ વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ બબલાભાઈ કતીજા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.