
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના કોટડાબુઝુર્ગ ગામના યુવકે સોશિયલ મીડિયામાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો વિડિઓ અપલોડ કરતા ગુનો નોંધાયો…
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના કોટડાબુઝર્ગ ગામે એક ઈસમ દ્વારા પોતાના મોબાઈલ ફોન મારફતે સોશીયલ મીડીયામાં ચાઈલ્ડ પોનોગ્રાફીનો વીડીયો ફુટેજની ફાઈલ અપલોડ કરતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના કોટડાબુઝર્ગ ગામે ગામતળ ફળિયામાં રહેતાં સમીયેર ચતુરભાઈ મીનામા (રહે. કોટડાબુઝૂર્ગ, ગામતળ ફળિયું, તા. જી. દાહોદ) નાએ પોતાના ૬૩૫૫૮૪૮૧૫૬ના સીમકાર્ડ દ્વારા ટીપ લાઈન નંબર ૮૩૭૯૯૩૦૬માં જણાવેલ અનુસાર ફેસબુક ઈન્સ્ટગ્રામના સોશીયલ મીડીયા એકાઉન્ટમાં ચાઈલ્ડ પોનોગ્રાફી બાતમી મુજબનો વીડીયો, ફુટેજ ફાઈલ અપલોડ કરતાં આ અંગેની જાણ પંચમહાલના ગોધરાના સાયબર ક્રાઈમ પોલીસને જાણ થતાં પોલીસે આ મામલે દાહોદના કતવારા પોલીસ મથકે જાણ કરી હતી અને આ સંબંધે કતવારા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.