
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ લોકસભા વિસસ્તારના પાંચ ગામોનો સંસદીય સંકુલ વિકાસ યોજનાના પાલોટ પ્રોજેક્ટમાં સમાવેશ..!!
સાસંદના પ્રયત્નોથી વિસ્તારમાં વધુ એક યોજનાનો લાભ મળવાની દિશા ઉજ્જવળ બની…
દાહોદ લોકસભા વિસસ્તારના પાંચ ગામોનો સંસદીય સંકુલ વિકાસ યોજનાના પાલોટ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો…
કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટમાં જુનાવડિયા,પાડલીયા,હીરાપુર,સરજુમી,કટારાની પાલ્લી ગામોની પસંદગી કરાઇ…
યોજનાનો મૂળ ઉદ્દેશ આદિવાસી ગ્રામીણ વિસ્તારોને સુવિક્સિત કરવાનો છે:- જશવંતસિંહ ભાભોર
દાહોદ તા.13
ભારત સરકાર આદિજાતિ વિભાગ અને આદિજાતિ મોર્ચાના સહયોગથી સંસદીય સંકુલ વિકાસ યોજના શરુ કરવામાં આવી છે.જેમાં દાહોદ લોકસભા વિસ્તારના પાંચ ગામોનો સમાવેશ કરાયો છે અને આ ગામડાઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તેની પ્રક્રિયા સાંસદના માર્ગદર્શનમાં શરુ કરવામાં આવી છે. આ પરિયોજના કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણમાં કામ કરી રહી છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર આદિજાતિઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે અને તેના દ્રારા સામાજિક અને આર્થિક વિકાાસની દિશાઓ ઉજ્જવળ બની રહી છે.ત્યારે કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ અને ભારતીય ઈાદિજાતિ મોર્ચાના સંયુક્ત ઉપક્રમે સંસદીય સંકુલ વિકાસ નામની એક નવી યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેને આશરે એક વર્ષ પણ પૂર્ણ થયુ નથી.આ યોજના અંતર્ગત દાહોદ લોકસભા વિસ્તારના જુનાવડીઆ,પાડલીયા,સરજુમી અને કટારાની પાલ્લી ગામોનો સમાવેશ થાય છે.આ પરિયોજના દ્રારા ભારત સરકાર દ્રારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત,કિસાન ક્રેડીટ કાર્ડ,પાણીના સંગ્રહ માટે ચેકડેમ,દાનલોકોના ઉપયોગ માટે કુવા,સોલાર લાઇટ તેમજ જંગલમાંથી ઉપજ થતી પેદાશોમાંથી જનસામ્નય ગામમાંથી જ આવક મેળવી શકે તેના માટે વન ધન કેન્દ્રની શરુઆત કરવામાં આવશે.આ પાંચેય ગામડાઓમાં આ સિવાય પ્રાક્રતિક ખેતી પર પણ ભાર મુકવામાં આવ્યો છે.ગામનો ખેડૂત પાણી સંગ્રહ થાય એટલે શાકભાજી,ફળફળાદિ અને બાગાયત પ્રકાારની ખેેતી કરવા સક્ષમ થાય તેવો આશય છે.આ પાંચેય ગામજાઓમાં 100 ટકા સિધ્ધિ મેળવવાનો લક્ષ્યાંક છે.સંસદીય સંકુલ વિકાસ પરિયોજના દ્રારા ગ્રામીણ કક્ષાએ ઓષધિય ઉત્પાદન કરતાં વૃક્ષો,ફળાઉ ઝાડ,મહુડા,કાયણ જાંબુ,ખાખરો જેવા વૃક્ષોનું વાવેતર કરીને ફરીથી જંગલોને પુનઃજિવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નદીઓનું ધોવાણ અટકાવવું, ચેકડેમ બનાવવા, ડુંગરો પરથી આવતા પાણીને રોકીને જંગલોને પોષણ પુરુ પાડવુ તેમજ માંડવા પધ્ધતિથી શાકભાજીનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.યુવાનોને સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત તાલીમ જેવી કે ઇલેકટ્રીક, પ્લમ્બીંગ,ટીવી અને મોબાઇલ રીપેરીંગ જેવુ કાૈશલ્ય મેળવી યુવાનો સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી શકે.આ પાંચ ગામોનો પાયલોટ પ્રોજેક્ટ છે અને આવા પ્રયાસોથી આદિવાાસી ગ્રામીણ વિસ્તારોને વિક્સીત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે આ પાંચ ગામોની પસંદગી કરવામાં આવી છે અને તે ગામડાઓમાં યોજનાનો પ્રારંભ પણ કરી દેવાયો છે.આ યોજનાનો મૂળ ઉદ્દેશ આદિવાસી ગ્રામીણ વિસ્તારોને સુવિકસિત કરવાનો છે.