Friday, 19/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઇવે પર એલસીબીએ ટેમ્પો માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:22.28 લાખનો મુદ્દામાલ જપ્ત..

June 12, 2022
        797
દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઇવે પર એલસીબીએ ટેમ્પો માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:22.28 લાખનો મુદ્દામાલ જપ્ત..

રાજેશ વસાવે, દાહોદ

દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઇવે પર એલ.સી.બી.એ ટેમ્પો માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:22.28 લાખનો મુદ્દામાલ જપ્ત..

 

બે ઈસમો સામે પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધાયો ..

 

 

દાહોદ તા.12

 

દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 13,23,040/- જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 22,28,040/- ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હોવાનું તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા અન્ય ૨ જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ગત તારીખ ૧૦મી જૂનના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રામપુરા ગામે ઇન્દોર થી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ફોરવીલ ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો ગાડી નજીક આવતાની સાથે પોલીસે ટેમ્પા ગાડી ને ચારે તરફથી ઘેરી લીધી હતી ગાડીમાં સવાર ચાલક મગારામ આસુરામ જાટ (રહેવાસી રાજસ્થાન, જિ.બાડમેર) ની પોલીસે અટકાયત કરી ટેમ્પા ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 2832 કિંમત રૂપિયા 12,23,040/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 22,28,040/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો આ વિદેશી દારૂની હેરાફેરીમાં સામેલ કાલુ (સેતરાઉ) (રહે.ગુડગાંવ, હરિયાણા) અને વડોદરા ગોલ્ડન ચોકડી નો અન્ય એક ઈસમ વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!