
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં જિલ્લા પંચાયતના નિવાસ સ્થાન નજીક કચરાના ઢગલામાં લાગી આગ: ફાયર બ્રિગેડે આગ ઓલવી….
દાહોદ તા.08
દાહોદ શહેરમાં આવેલ જિલ્લા પંચાયતના પ્રમુખના ઘરની સામે આવેલ કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં ફાયરના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
દાહોદ જિલ્લામાં હાલ જ્યાં જુવો ત્યા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. દાહોદ સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે સ્વચ્છતાના મામલે દાહોદ શહેર તંત્ર હાલ પણ ગંભીરતા દાખવતું નથી ત્યારે આજરોજ દાહોદ શહેરમાં આવેલ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાનની સામે આવેલ કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આગ અંગેની જાણ દાહોદ ફાયર ફાઇટરના લશ્કરોએ કરવામાં આવતા ફાયર ફાઇટરના લશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દાહોદ જિલ્લા પંચાયના પ્રમુખ નિવાસ સ્થાનની સામે કચરાના ઢગલામાં આગ લાગતાં લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.