Sunday, 06/07/2025
Dark Mode

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૩૪ હજારની મત્તા ચોરી કરી ફરાર

June 8, 2022
        546
બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૩૪ હજારની મત્તા ચોરી કરી ફરાર

રાજેશ વસાવે, દાહોદ

 

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૩૪ હજારની મત્તા ચોરી કરી ફરાર

 

દાહોદ તા.૦૮

 

દાહોદ તાલુકાના છાપરી ગામે નિશાળ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી પોતાનો કસબ અજમાવી ઘરનુંલોક તોડી ઘરમાં મૂકેલ લોખંડના સળીયાની ભારીઓ , લોખંડના ખપેડા તથા પાણીની મોટર મળી રૂા . ૩૪,૬૦૦ ની મત્તાની ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.

 

બોરવાણી ગામના મૂળવતની વિજયભાઈ નાનુભાઈ પણદાના પોતાનાછાપરી ગામે નિશાળ ફળિયામાં આવેલ બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું હતું અને પોતાનો કસબ અજમાવી ઘરના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં મૂકી રાખેલ રૂા . ૨૫૦૦૦ ની કિંમતની લોખંડના સળીયાની પાંચ ભારી , રૂા . ૬,૬૦૦ ની કિંમતના લોખંડના ખપેડા નંગ -૬ તથા રૂા . 300 નીકિંમતી પાણીની મોટર મળી ૨-૧ . ૩૪,૬૦૦ ની મત્તા ચોરીને લઈ ગયા હતા . આ સંબંધે બોરવાણી ગામના વિજયભાઈ નાનુભાઈ પણદાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!