
જીગ્નેશ બારીયા :- દાહોદ
વરમખેડાના યુવક પાસેથી બાતમીના આધારે દેશી બનાવટની માઉઝર પિસ્તોલ ઝડપી પાડી
દાહોદ SOG પોલીસે મોટરસાયકલ ઉપર જતા ઇસમને બાતમીના આધારે ઊભો રાખી તલાસી લેતા માઉઝર પિસ્તોલ મળી આવી
વરમખેડાના રાજુ માવી પાસેથી દેશી બનાવટની માઉઝર પિસ્તોલ,મોટરસાઈકલ, સહીત 40500 નો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો
દાહોદ
વરમખેડા ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની રૂા. ૧૫,૦૦૦ની માઉઝર પીસ્ટલ સાથે ઝડપી પાડી મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૪૦,૫૦૦નો મુદ્દામાલ પોલીસ કબજે કર્યો
પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૨મી મેના રોજ દાહોદ તાલુકાના વરમખેડા ગામે માવી ફળિયામાં રહેતો રાજુભાઈ હિમરાજભાઈ માવીને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી
રાજુભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થતી વેળાએ પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ગેરકાયદે રીતે વગર પાસ પરમીટે બીન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા માટે અથવા તબદીલ કરવા પોતે પોતાના અંગ કબજામાં દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ જેની કિંમત રૂા.૧૫,૦૦૦, એક મોબાઈલ ફોન અને મોટરસાઈકલ મળી કુલ રૂા.૪૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી