
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
દાહોદ જિલ્લામાં આરટીઓ અને વિજિલન્સ અધિકારીના સંયુક્ત ઓપરેશન દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું
ચેકિંગ દરમિયાન ૧૪ જેટલા વાહનો ને રૂપિયા 1 16 745 નો દંડ ફટકારવામાં આવ્યો
દાહોદ જિલ્લા ખાતે આર ટી ઓ તથા વિજિલન્સ અધિકારી દ્વારા કલેન્ડેસ્તાઈન c.o ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં શ્રી આર ટી ઓ અધિકારી શ્રી.આર એમ પટેલ , અને એસ ટી વિજીલન્સ અધિકારી શ્રી.એસ પી પારગી ધ્વારા કલેન્ડેસ્ટાઈન ઓપરેશન (C.O). ચેકિંગની કામગીરી દરમ્યાન અનધિકૃત રીતે વહન કરતા પરમિટ વગરના ખાનગી ટ્રાવેલ્સ, તુફાન જેવા વાહનોનુ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ જેમાં 14 જેટલા વાહનોને રૂપિયા 1,16,745 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો ,