
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક....
દાહોદ શહેરનો કુકડાચોક રક્તરંજીત થયો:સામાન્ય બાબતે ધોળા દિવસે એક વ્યક્તિની ચાકુના ઉપરાછાપરી ઘા કરી યમસદને પહોંચાડયો
કુકડાચોકમાં હંમેશા આજુબાજુમાં પાર્ક કરેલી રીક્ષા અને માટીનો ઢગલોના હોત તો કદાચ આ ઘટના બનતી…
યુનુસભાઈની હત્યાં બાઈક અથડામણ કે અદાવતમાં કોન્ટ્રાકટ કિલિંગ…??
સ્માર્ટ સીટીના સ્માર્ટ કેમેરાએ હત્યારાને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરસે…
યુનુસભાઇના નિવાસસ્થાન તેમજ પોલીસ ચોકીના તદ્દન નજીક ખૂની ખેલ ખેલાયો…
દાહોદ તા.21
દાહોદ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા કુકડાચોક (વલ્લભચોક ) ખાતે સમી સાંજે સાવ નજીવી બાબતે ઉપરા છાપરી ચાકુના ઘા ઝીકી એક ઈસમની નિર્મમ હત્યાં કરી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યું છે. સામાન્ય રીતે ટ્રાફિક જામનો અકસ્માતનુ નજીવું કારણ હત્યાં માટે દર્શાવાઈ રહ્યું છે. ત્યારે પ્રત્યક્ષ દર્શિયો અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળાએ આ હત્યાં ટાર્ગેટ કિલિંગ હોવાનું કે કોઈ અદાવતે થયાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ માટે પણ આ હત્યાં સોપારી લઈને કરાઈ છે. કે કેમ.? તે ઘનિષ્ટ તપાસનો વિષય બની જવા પામેલ છે.જોકે પોલીસે CCTV ફૂટેજ મળી આવેલો બાઈક નંબરના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યાં સંદર્ભે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ આજે સમી સાંજે 6 ના સુમારે ઉચવાણીયા વાળા રોડ હમીદી મોહલ્લાના રહેવાસી યુનુસભાઇ અકબરભાઈ હમિદ (ખાટી ભાજી) એમ જી રોડ થઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ગોધરા રોડ તરફથી એક મોટરસાઇકલ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે યુનુસભાઇની મોટરસાઇકલ અને ગોધરારોડ તરફથી આવતી મોટરસાઇકલ કુકડાચોક (વલ્લભ ચોક) પર અથડાઈ હોવાનું કેહવાઈ રહ્યું છે. આ સમયે બન્ને બાઈક ચાલકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાનું કેહવાઈ રહ્યું છે.અને તે સમયે ગોધરારોડથી આવતા ઈસમે પોતાના પેન્ટમાં સંતાડી રાખેલા છરો કાઢી યુનુસભાઈના પેટમાં ને છાતીના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા યુનુસભાઈ સ્થળ પર જ ફસડાઇ ને જમીન પર પડ્યા હતા. તો ખુબજ આક્રોશમાં જણાતા હુમલાખોરે યુનુસભાઈના પેટમાં તેમજ મોઢાના ભાગે લાતો પણ મારી હોવાનું જાણમાં આવ્યું છે.બનાવની ગંભીરતા જોતા અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રાફિકથી સતત ધમધમતા ઘટના સ્થળની આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી. તો ગણતરીની સેકન્ડોમાં કોઈક કંઈક સમજે તે પહેલા જ હત્યારો ભાગી છૂટવામાં સફળ રહ્યો
હતો. આ સબન્ધે વાયુવેગે નગરમાં વાત ફેલાતા બનાવ સ્થળે ભારે લોકટોળા ઉમટી જવા પામ્યા હતા. જયારે બનાવ સ્થળે આવી પહોંચેલી પોલીસે હુમલાનો ભોગ બનેલા યુનુસભાઈ ને સારવાર અર્થે જનરલ હોસ્પીટલ ખાતે મોકલી દેવાયા હતા. જ્યા ફરજ પરના તબિબોએ યુનુસભાઇને મૃત જાહેર કર્યો હતો. આમ સમી સાંજે બનેલા હત્યાંના બનાવથી સમગ્ર પંથકમાં એક પ્રકારના ભય સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.
યુનુસભાઈની હત્યાં બાઈક અથડામણ કે અદાવતમાં કોન્ટ્રાકટ કિલિંગ…??
દાહોદ શહેરના કુકડા ચોક ખાતે સમી સાંજે બનેલા બનાવમાં યુનુસભાઇની હત્યા કોઈક અદાવતમાં કરવામાં આવી છે. કે સોપારી લઈને કરવામાં આવી છે.
તેવી શંકા પણ અસ્થાને નથી યુનુસભાઇની કાર્યશીલી પણ અનેકવિધ રીતે વિવાદોમાં ઘેરાયેલી હોવાનું તેમનાં અંગત વર્તુળમાં ચર્ચાઈ રહી છે. અને જો આ હત્યાં અદાવતમાં થઇ છે.સોંપરી આપીને કરવામાં આવી છે.તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ત્યારે ખરેખર આ વાતમાં તથ્ય હોય તો સોપારી આપનાર કોણ..?તેવા પ્રશ્નો પણ પ્રજામાનસના મનમાં ઉદભવવા પામ્યા છે.
કુકડાચોકમાં હંમેશા આજુબાજુમાં પાર્ક કરેલી રીક્ષા અને માટીનો ઢગલોના હોત તો કદાચ આ ઘટના બનતી...
દાહોદ શહેરના એમ.જી.રોડ સ્થિત કુકડાચોકમાં સમી સાંજે ચાકુના ઉપરાછાપરી ઘા મારી યુનુસભાઈની હત્યા કરી દેવામાં આવી હતી.જેમાં પ્રથમ દર્શનીય રીતે આ હત્યા બાઈક અથડામણ મુદ્દે કરાઇ હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા આ ચોકમાં કાયમ રીક્ષાવાળાઓ દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેમજ હાલમાં નજીકમાં મકાન નું કામ ચાલતું હોઈ રોડ ઉપર માટીના ઢગલા કરી દેવામાં આવતા પહેલેથી જ સાંકડા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો દિન-પ્રતિદિન જોવા મળે છે. ત્યારે આજના બનાવમાં જો રીક્ષાઓ પાર્કિંગ ન થઈ હોત અથવા રોડ ઉપર માટીના ઢગલા ન થયા હોત તો કદાચ આ ઘટના ન બનવા પામતી તેવું મત સ્થાનિકો દ્વારા આપવામાં આવી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ મામલે રિક્ષા પાર્કિંગ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેઓ પ્રજામાનસમાં વર્તાઈ રહી છે.
સ્માર્ટ સીટીના સ્માર્ટ કેમેરાએ હત્યારાને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરસે…
એમજીરોડ પર કુકડા ચોકમાં યુનુસભાઇની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી છે. જોકે બનાવના સ્થળે સ્માર્ટ સીટી અંતર્ગત લાગેલા કેમરામાં સમગ્ર ઘટના કેદ કરી હોવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે સ્માર્ટસીટીના સ્માર્ટ કેમેરાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ કેમેરામાં કેદ થયેલ સીસીટીવી ફૂટેજ હત્યારાનું પગેરું શોધવા માં મહત્વની કડી સાબિત થશે..
યુનુસભાઇ ના નિવાસસ્થાન તેમજ પોલીસ ચોકીના તદ્દન નજીક ખૂની ખેલ ખેલાયો…
એમજી રોડ પર આવેલા કુકડાચોકમાં યુનુસભાઇની હત્યાનો ખૂની ખેલ હત્યારા દ્વારા ખેલવામાં આવ્યો હતો. જેમાં યુનુસભાઇને ચાકુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જોકે બનાવ સ્થળથી માત્ર 100 ફૂટની દૂરી પર પોલીસ ચોકી આવેલી છે. તેમજ બીજી તરફ તેમનું નિવાસસ્થાન પણ તદ્દન નજીક આવેલો છે. ત્યારે કમનસીબે નિવાસસ્થાન તેમજ પોલીસ મથક નજીક ખેલાયેલા ખૂની ખેલમાં યુનુસભાઇએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.