
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં લઘુમતી કોમની પરિણીતાને તેના પતિ તેમજ સાસરી પક્ષ દ્વારા અવારનવાર ત્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ..
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં રહેતી એક લઘુમતિ કોમની યુવતીને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતા દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સુજાઈબાગ ખાતે હાલ પોતાના પિયરમાં રહેતી અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લગ્ન કરેલ પરણિતા જેનબબેન બુરહાન પાનવાલાના લગ્ન તારીખ ૨૪.૧૧.૨૦૧૩ના રોજ સમાજના રિતરિવાજ મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતાં બુરહાન અબ્બાસ પાનવાલા સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન જેનબબેનને સંતાનમાં એક પુત્રી હોય અને લગ્નના થોડા સમય સુધી પતિ તથા સાસરીપક્ષના અબ્બાસભાઈ કીકાભાઈ પાનવાલ, ખોઝેમ અબ્બાસભાઈ પાનવાલ, યાસ્મીન ખોઝેમ પાનવાલા, મહોમંદ ફકરૂદ્દીન વ્હોરા, ઝેનબ મોહંમદ વ્હોરા, તાહેરાબેન કુત્બુદ્દીન વિરપુરવાલા અને કુત્બુદ્દીન વિરપુરવાલાના (રહે. ચાકલીયા રોડ, પીસ પાર્ક, દાહોદ, જિ.દાહોદ) ઓએ જેનબેનને અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને કહેતા હતા કે, તને અમારે રાખવાની નથી, તુ તારા બાપાના ઘરે જતી રહે, તને અમારા ઘરમાં રાખવાની નથી, તને છુટાછેડા આપી દેવાના છે, તું સારી નથી, તેમ કહી શારિરીક અને માનસીક આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા જેનબબેન બુરહાનભાઈ પાનવાલાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-