
દાહોદ તાલુકાના કતવારા ગામની પરિણીતાને સાસરીપક્ષ દ્વારા ત્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ: મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો..
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના કતવારા ગામે પરણાવેલ અને હાલ દાહોદ શહેરમાં પોતાના પિયરમાં આવી પહોંચેલ પરણિતાને તેના સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતા દ્વારા સાસરી પક્ષના મહિલા સહિત ૦૫ ઈસમો વિરૂધ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના કતવારા ગામે સરપંચ ફળિયામાં હાલ પોતાના પિયરમાં આવી પહોંચેલ પરણિતા સપનાબેન કાળુભાઈ મારૂના લગ્ન દાહોદ શહેરમાં થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સાસરીયાઓ દ્વારા પરણિતાને સારૂં રાખ્યાં બાદ સાસરીયાઓનું પોત પ્રકાશ્યું હતું. લગ્ન જીવન દરમ્યાન પરણિતાને સંતાનમાં એક પુત્ર હોઈ અને હાલ પરણિતાને સાત માસનો ગર્ભ હોય તેવા સમયે પરણિતાને તેના સાસરી પક્ષના શ્યામભાઈ પપ્પુભાઈ પીઠાયા, પપ્પુભાઈ મગનભાઈ પીઠાયા, ભારતીબેન પપ્પુભાઈ પીઠાયા, સાવીત્રિબેન પપ્પુભાઈ પીઠાયા અને ગોવિંદભાઈ પપ્પુભાઈ પીઠાયા દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપી અવાર નવાર મેણા ટોણા મારી કહેતાં હતાં કે, અમારે તને રાખવી નથી, તું તારા બાપના ઘરે જતી રહે, તું અમારા ઘરમાંથી નીકળી જા તેમ કહી સપનાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં સપનાબેન પોતાના પિયર કતવારા મુકામે આવી પહોંચી હતી અને આવા અમાનુષી ત્રાસથી વાજ આવી અને ન્યાયની ગુહાર માટે દાહોદ મહિલા પોલીસ મથકે ઉપરોક્ત પોતાના સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————-