
દાહોદ તાલુકાના દેલસર ગામે જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી નાસભાગ ના દ્રશ્યો સર્જાયા.
રોકડ રકમ વાહનો તેમજ મોબાઇલ ફોન મળી 88 હજારના મુદામાલ સાથે છ ખેલીઓ ઝડપાયા
દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના દેલસર ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ગંજી પત્તાના જુગાર ધામ પર પોલીસે ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતો જેમાં પોલીસે ૦૬ જેટલા જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૧,૬૪૦ તેમજ ૦૨ મોટરસાઈકલ અને ૦૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮૮,૬૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૫મી મેના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે દેલસર ગામે ઉકરડી રોડ પર જાહેરમાં રમાતા ગંજી પત્તાના જુગારધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા સાદીકહુશેન શેખાવતહુશેન શેખ (રહે. ઉકરડી રોડ, સાંઈધામ સોસાયટી, દાહોદ), ઈર્શાદભાઈ મુર્તુઝા મિર્ઝા (રહે. ઉકરડી રોડ, સુદામા નગર, દાહોદ), ઈમ્તીયાઝ ફકરૂદ્દીન શૈયદ (રહે. ઠક્કર ફળિયા, દાહોદ), રહીમભાઈ લતીફભાઈ ભિસ્તી (રહે. રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ), રફીકહુશેન શાદીકહુશેન શેખ (રહે. ઉકરડી રોડ, સાંયધામ સોસાયટી, દાહોદ) અને રસીદઅલી બાબુઅલી સૈયદ (રહે. બારોટ ચાલ, ગોદી રોડ, દાહોદ) નાની પોલીસે અટકાયત કરી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૧,૬૪૦ તેમજ ૦૨ મોટરસાઈકલ અને ૦૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮૮,૬૪૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ૦૬ જુગારીઓ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————–