Friday, 29/03/2024
Dark Mode

દાહોદ નગરપાલિકાની વોટર વર્ક્સ ખાતે યોજાનારી ત્રિમાસિક સામાન્ય સભા રદ કરવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત…

May 16, 2022
        481
દાહોદ નગરપાલિકાની વોટર વર્ક્સ ખાતે યોજાનારી ત્રિમાસિક સામાન્ય સભા રદ કરવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત…

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ નગરપાલિકાની વોટર વર્ક્સ ખાતે યોજાનારી ત્રિમાસિક સામાન્ય સભા રદ કરવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત…

દાહોદ તા.૧૬

આગામી તારીખ ૨૦મી મેના રોજ મળનારી દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાનીજ માલિકીના સેન્ટ્રલ વોટર્સ વર્કસના પટાંગણમાં આવેલ બિલ્ડીંગમાં ન યોજાય અને પાલિકાની સામાન્ય સભા પાલિકા ભવનના સભાખંડમાં યોજાય તેવી માંગણી સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ વોટર વર્કસ ખાતે યોજાયેલી સામાન્ય સભા રદ્દ કરવાની માંગણી સાથેનો પત્ર મુખ્ય અધિકારીને પાઠવતાં પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ નગરપાલિકાની ૨૦.૦૫.૨૦૨૨ના રોજ મળનારી ત્રિ માસીક સામાન્ય સભા નગરપાલિકાના અધિનિયમ વિરૂધ્ધ રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરી આ સામાન્ય સભા રદ્દ કરવાની માંગણી કરતાં વિરોધ પક્ષના નેતા કાઈદભાઈ ચુનાવાલાએ જાે આ સામાન્ય સભા રદ્દ નહીં કરવામાં આવે તો વિરોધ પક્ષના તમામ સદસ્યઓ સામાન્ય સભાનો બોયકોટ કરી ગાંધી ચિન્ધ્યા માર્ગે લડત લડી જરૂર પડે નામદાર કોર્ટનો આશરો લેવાની ચીમકી પણ ઉચ્ચારેલ છે. નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા અધિનિયમ કલમ ૫૧ મુજબ નગરપાલિકાની દરેક બેઠક જે તે નગરપાલિકાની કચેરી તરીકે વપરાતી હોય તે ઈમારતમાંજ રાખવાનો નિયમ હોવાનું પત્રમાં જણાવાયું છે. આ અધિનિયમની ઉપરવટ જઈને નગરપાલિકાએ અધિનિયમનો ભંગ કરેલ હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે.

દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા અંગે સાશક પક્ષના નેતાને પુછતાં આ અંગે જણાવ્યું હતું કે, નગરપાલિકાના ઈતિહાસમાં અન્ય સ્થળે સામાન્ય સભા યોજવાનો આ પ્રથમ બનાવ નથી. ભુતકાળમાં પાલિકાનાજ માલિકીના અન્ય ભવનોમાં સામાન્ય સભાઓ યોજાઈ છે અને આ સામાન્ય સભા પણ સેન્ટ્રલ વોટર્સ વર્કસ ખાતે યોજવાનું પ્રયોજન માત્ર એટલું જ છે કે, વોટર વર્કસ ખાતે હાલમાંજ નવીન ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થનાર છે તેની માહિતી અને જાણકારી તમામ સદસ્યઓને સ્થળ પરજ મળી રહે તેવું રહ્યું છે. સામાન્ય દિવસોમાં પાલિકામાં તમામ સુધરાઈ સદસ્યો હાજર ન રહેતાં સૌથી વધુ સામાન્ય સભાના દિવસેજ સુધરાઈ સદસ્યો હાજર રહેતાં હોય છે અને એટલે જ કોઈ અન્ય બિલ્ડીંગમાં નહીં પણ નગરપાલિકાની માલિકીની બિલ્ડીંગમાં આ સામાન્ય સભા યોજાઈ છે એનો કોઈ અન્ય ઉદ્દેશ્ય નથી ત્યારે ઉપરોક્ત સામાન્ય સભાનો મુદ્દો આવનારા દિવસોમાં કેવો રંગ લાવે છે તે જાેવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!