ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગ્રામ સંતરામપુર પંચાયતના કોમ્પ્યુટર સહાયકો વિવિધ પ્રશ્નોની લઈને અને અચોક્કસની હડતાલ પર ઉતર્યા..
સંતરામપુર તા.16
સંતરામપુર તાલુકાના 77 ગ્રામ પંચાયતોમાં અલગ અલગ જગ્યાએ વિ.સી.ની નિમણૂક કરવામાં આવેલી હતી ગેમ દરેક ગ્રામ પંચાયતોમાં 7/12 ની નકલ વૃદ્ધા પેન્શન આવકના દાખલા સરકારની યોજનાની વિવિધ કામગીરી સંતરામપુર તાલુકાની ગ્રામ પંચાયત ઉપર કરવા માટે સહાયક કોમ્પ્યુટર ઓપરેટર ભરતી કરવામાં આવેલી હતી.અને ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી દરેક પંચાયતોમાં સેવા બજાવી રહ્યા છે આ તમામને ગુજરાત સરકાર દ્વારા પગાર નહિ પરંતુ નકલની કોપી પ્રમાણે વેતન ચૂકવવામાં આવતું હોય છે.પરંતુ આ તમામની માગણી છે કે ગુજરાત સરકાર દ્વારા વીસી ને કાયમી ધોરણે પગારધોરણ નક્કી કરવામાં આવી અને તમામ લાભ મળી તેના વિશે આજરોજ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા અને સંતરામપુર તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા છ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે ગ્રામ પંચાયતોમાં કામગીરી અટકી હતી આના સંદર્ભમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.