
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત ઈસમે પોલીસ મથકમાં કરી રાવ: વ્યાજખોર જેલ ભેગો થયો.
દાહોદ તા.૧૩
#paid promotion
[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME
NEED 1 Accountant.
1 supervisor.
> Pls sent Resume on this WhatsApp no.
📞 Contact :7096577771 /9426250309.
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં ઈસમોનો ત્રાસ દિનપ્રતિદિન વધવાં માંડ્યો છે ત્યારે દાહોદ શહેરમાં એક વ્યાજખોર દ્વારા એક વ્યક્તિને દશ ટકાના વ્યાજદરે રૂા. ૭૦ હજાર આપ્યાં બાદ વ્યક્તિએ તે નાણાં મુડી સહિત વ્યાજ પેટે ચુકવ્યાં બાદ પણ વ્યાજ ખોર દ્વારા વધુ નાણાંની માંગણી કરી અને વ્યક્તિનું એ.ટી.એમ. કાર્ડ અને કોરા ચેકો લઈ લેતાં અને રસ્તામાં રોકી ધાકધમકીઓ આપતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ શહેરમાં ગોધરા રોડ પરેલ વિસ્તારમાં રહેતાં ઈરફાન મુક્તીયાર શેખે દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખડ્ડા કોલોની ખાતે રહેતો મુકેશભાઈ કનુભાઈ સાંસી પાસેથી તારીખ ૨૦.૦૯.૨૦૨૦ ના સમયગાળા દરમ્યાન રૂા. ૭૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લીધાં હતાં. સમય સાથે તારીખ ૧૦.૦૫.૨૦૨૨ના સમયગાળા સુધી ઈરફાને મુકેશભાઈને ૭૦ હજારની મુડી અને વ્યાજ રૂા. દોઢ લાખ મુકેશભાઈને ચુંકવી દીધાં હતાં ત્યારે મુકેશભાઈ દ્વારા ઈરફાન પાસેથી વધુ બે લાખ રૂપીયા બળજબરીપુર્વક કઢાવવા સારૂં ઈરફાન અને ફરીદાબેન ગતરોજ દાહોદ બજારમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બંન્નેને મુકેશભાઈએ રસ્તામાં રોક્યાં હતાં અને બેફામ ગાળો બોલી ઈરફાનભાઈ પાસેથી તેમનું એ.ટી.એમ. કાર્ડ અને ત્રણ ચેકો કાઢી લઈ પરત નહીં આપી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
આ સંબંધે ઈરફાન મુક્તીયાર શેખ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.