více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં શિક્ષકનું ATM કાર્ડ બદલી છેતરપિંડી કરનાર ઠગ LCBના સકંજામાં,10 થી વધુ ગુના આચર્યાનું સામે આવ્યું.! મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી રકમ ઉપાડતો આરોપી ઝડપાયો.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં શિક્ષકનું ATM કાર્ડ બદલી છેતરપિંડી કરનાર ઠગ LCBના સકંજામાં,10 થી વધુ ગુના આચર્યાનું સામે આવ્યું.!

મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ખાતામાંથી રકમ ઉપાડતો આરોપી ઝડપાયો.

6 ATM કાર્ડ, રૂ.10 હજાર રોકડા અને મોબાઇલ સહિત રૂ.15 હજારનો મુદ્દામાલ કબજે

દાહોદ તા.02

દાહોદ શહેરમાં શિક્ષકનું ATM કાર્ડ બદલીને છેતરપિંડી આચરવાના ગુનામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ATMમાં મદદ કરવાના બહાને ગ્રાહકોનું ATM કાર્ડ બદલી લેતો અને બાદમાં તેમના ખાતામાંથી રકમ ઉપાડી લેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દાહોદ ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા SBIના ATM ખાતે ગત તા. 5 ઓગસ્ટ, 2026ના રોજ શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું ATM કાર્ડ બદલી તેની પાસેથી રૂ. 76,500ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગેની તપાસ દરમિયાન દાહોદ LCBની ટીમે આરોપી દીપકસિંહ સંતોષસિંહ મોખમસિંહ જાતે સંગર ને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલમાં જેતપુર (રાજકોટ) ખાતે રહેતો હોવાનું તથા મૂળ જાલૌન, ઉત્તર પ્રદેશનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે LCBએ આરોપી પાસેથી SBIના 6 અલગ-અલગ ATM કાર્ડ, રૂ.10,000 રોકડા અને આશરે રૂ.5,000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.પૂછપરછ દરમિયાન આરોપીએ દાહોદના યાદગાર ચોક ખાતે આવેલા SBI ATMમાં 5 ઓગસ્ટના રોજ આચરેલા ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

*10થી વધુ છેતરપિંડીના ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું.!*

પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ આ જ પ્રકારની ATM છેતરપિંડીના 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાની વિગતો સામે આવી છે. આ પૈકીના મોટાભાગના ગુનાઓ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ સહિત ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આચરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.દાહોદમાં નોંધાયેલા ગુનાની વધુ તપાસ માટે આરોપીને દાહોદ ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ અગાઉ આચરેલા ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard