ભથવાડા ટોલ પ્લાઝા પર દબંગાઈના આક્ષેપ, કાર ચડાવવાના પ્રયાસના CCTV દ્રશ્યો સામે આવ્યા.!
FASTagમાં બેલેન્સ ન હોવાથી ટોલ ચૂકવવા મુદ્દે વિવાદ; ટોલ કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ સેબાજ અલી મકરાણી સહિત ત્રણ સામે ગુનો
દેવગઢ બારિયા, તા. 5:

દેવગઢ બારિયાના પીપલોદ નજીક આવેલા ભથવાડા ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવાના મુદ્દે વિવાદ સર્જાતા કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા ટોલ કર્મચારીઓ સાથે દાદાગીરી અને માર મારવામાં આવ્યો છે. એટલું જ નહીં કોલ કર્મચારી ઉપર ગાડી ગાડી ચડાવી ધ્યાનથી મારી નાખવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઘટનામાં ટોલ કર્મચારી ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, GJ-24-AQ-4689 નંબરની Hyundai Santro કાર ગોધરા તરફથી ભથવાડા ટોલ પ્લાઝા પર આવી હતી. કારમાં FASTagનું બેલેન્સ ન હોવાથી ટોલ કર્મચારીએ ટોલની રકમ ચૂકવવા જણાવ્યું હતું. જોકે, કાર ચાલકે ટોલ ચૂકવ્યા વગર વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે.ટોલ કર્મચારીઓએ કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ નીચે ઉતરી આવ્યા હતા અને ટોલ કર્મચારીઓ સાથે મારામારીની ઘટના પણ સામે આવી છે. આ દરમિયાન અન્ય કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ સમયે સેબાજ અલી મકરાણી સહિતના વ્યક્તિઓએ ટોલ કર્મચારીઓ તરફ કાર હંકારી અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હોવાનો સીસીટીવી માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાદમાં આરોપીઓ કાર લઈને દાહોદ તરફ ફરાર થઈ ગયા હતા.
ઘટનામાં એક ટોલ કર્મચારીને ઈજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજના આધારે પોલીસે સેબાજ અલી મકરાણી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ટોલ ચૂકવવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ટોલ કર્મચારી સાથેની બોલાચાલી અને ગાડી ચડાવવાના આક્ષેપ સુધી પહોંચતા ભથવાડા ટોલ પ્લાઝા પર ચકચાર મચી છે.
