Sunday, 13/07/2025
Dark Mode

દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના કાર્યક્રમને પગલે ટ્રાફિક નિયમન માટે આદેશ કરાયા

May 9, 2022
        512
દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના કાર્યક્રમને પગલે ટ્રાફિક નિયમન માટે આદેશ કરાયા

સુમિત વણઝારા

 

દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના કાર્યક્રમને પગલે ટ્રાફિક નિયમન માટે આદેશ કરાયા

 

દાહોદ, તા. ૯ :

આગામી તા. ૧૦ મે, મગંળવારના રોજ કોગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પધારશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લેવાના હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા દ્વારા આદેશો કર્યા છે. 

 તદ્દનુસાર, તા. ૧૦ મેના રોજ બપોરના ૧૨ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન આ મુજબનું ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું છે. વનચેતના તરફથી આવતા વાહનો ઓવરબ્રીજ સાઇડ ન જવા દેવા તથા તે વાહનો ગોદી રોડ સાઇટ તરફ ડાઇવઝર્ન રહેશે.

 ઠક્કર ફળીયાથી નીકળતા વાહનો મારવાડી ચાલ તરફ થઇ પરેલ થઇ જઇ શકશે. 

 રેલ્વે સ્ટેશન સાઇટ તરફથી આવતા વાહનોને પરેલ તરફ ડાયવઝર્ન રહેશે. 

 મુસાફર ખાના રેલ્વે સ્ટેશન રોડ થી જુની પ્રાન્ત કચેરી થઇ ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. 

 કે.કે. સર્જીકલ હોસ્પીટલ સાઇટથી આવતા વાહનો દર્પણ રોડ થઇ મારવાડી ચાલ પરેલ તરફ જઇ શકશે. 

 ચાર થાંભલા બુરહાની સોસાયટીથી જુની પ્રાંત કચેરી તરફ આવતા વાહનો ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. તથા લક્ષ્મી શેરડી ઘર સાઇટથી આવતા વાહનો પરેલ થઇ જઇ શકશે. 

 મંડાવાવ સર્કલ થી આવતા વાહનો અનાજ માર્કેટ ગેટ નં. ૧ થઇ બહારપુરા રોડ થઇ પડાવ સર્કલ થઇ નેતાજી બજાર થઇ નગરપાલિકા થઇ માણેકચંદ ચોક થઇ ભગિની સમાજ થઇ ગોધરા રોડ તરફ જઇ શકશે. 

 સિંધી સોસાયટી જમણ વાડી તરફથી આવતા વાહનો સુખદેવ કાકા ચાલ તરફ થઇ ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. 

 ઠક્કર બાપા સર્કલ (ફાયર બિગ્રેડ સર્કલ) હાઉસિંગ બોર્ડ સોસાયટીથી આવતા વાહનો તેમજ ડબગરવાડ સાઇટથી આવતા વાહનો નગરપાલિકા તરફ જઇ શકશે. 

 ગોવિંદનગર ચોક તરફથી આવતા વાહનો પરત જુની પાણી પુરવઠા ઓફીસ થઇ રાજ ટાવર તેમજ ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. તથા રાજ ટાવરથી આવતા વાહનો મંડાવાવ સર્કલ થઇ રળિયાતી તેમજ બહારપુરા તરફ જઇ શકાશે. 

 વનચેતના ઓવરબ્રિજ, બસસ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ, ચાર થાંભલા, સરસ્વતી સર્કલ, સર્કિટ હાઉસ, એસપી કચેરી, તાલુકા સર્કલ, ઠક્કર બાપા સર્કલ, ગોવિંદનગર, ટોપી હોલ, મંડાવાવ સર્કલ સુધીના રોડ પર રોડની બંને સાઇટ કોઇ વાહન પાર્કિગ કરી શકશે નહી તેમજ અવર જવર કરી શકશે નહી. 

 આ હુકમ આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનો તેમજ પરીક્ષાર્થીઓને લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!