
રાજેશ વસાવે દાહોદ
૭મી, મેના રોજ સરકારી આઇ ટી આઇ દાહોદ ખાતે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાશે
દાહોદ:તા. ૨૭:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા સવારે તારીખ:૦૭/૦૫/૧૦૨૨ના રોજ 11:00 કલાકે ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) દાહોદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન, માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.
તેમજ ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે એસ.એસસી, એચ.એસ.સી, ડીપ્લોમાં આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૮ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક પુરી પાડવામાં આવશે. આ ઔધોગિક રોજગાર ભરતીમેળામાં દાહોદ,પંચમહાલ, અમદાવાદ, વડોદરા જિલ્લાના નોકરીદાતા દ્વારા સુઈગ ઓપરેટર, ટ્રેની રિસેપ્સનિષ્ટ, ટેલીકોલર, કોમ્પ્યુટર ઓપરેટર, મશીન ઓપરેટર, લાઈન ઓપરેટર, હેલ્પર, ટીમ મેમ્બર, ફાઈનાન્સ પ્લાનર, સેલ્સ એક્ઝીક્યુટીવ વગેરે ટેકનીકલ અને નોનટેકનિકલની જગ્યા માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માંગતા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
અને પોર્ટલ પર ઉપર્યુક્ત ભરતી મેળામા ભાગ લેવા અને તેમાં ભાગ લેનાર કંપની એપ્લાય કરવા માટે નજીક ની સરકારી ITI તેમજ કોલેજ અને જીલ્લા રોજગાર કચેરી નો સંપર્ક કરી એપ્લાય કરવું વધુ માહિતી માટે રોજગારસેતુ હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક માહિતી મેળવી તે ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારી શ્રી એ.એલ.ચૌહાણે જણાવેલ છે.
૦૦