
સુમિત વણઝારા
આગામી ત્રીજી મે-૨૦૨૨ના અખાત્રીજ” નિમિતે યોજાનારા લગ્નના સામાજિક પ્રસંગોમાં થતા બાળલગ્નો અટકાવવા આયોજકો માતા-પિતા તથા કુટુંબીજનો), ડી.જે. માલિકો, ફોટોગ્રાફર, કંકોતરી.
છાપનાર પ્રિન્ટર્સ મંડપ માલિકો તથા લગ્ન વિધિમાં સામેલ તમામ વ્યક્તિઓ પર થશે કાર્યવાહી.
લગ્નવિધિથી જોડાનાર દીકરા-દીકરીના જન્મ તારીખના પ્રમાણપત્રની ખરાઈ કરાવવી જરૂરી છે.
બાળલગ્નો થતા અટકાવવા આપણા સૌની સામાજિક જવાબદારી છે.
દાહોદ:તા. ૨૭:
સમગ્ર રાજયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અમલમાં છે. હિન્દુ પરંપરા મુજબ અક્ષય તૃતિયા’ (અખાત્રીજ) નિમિતે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો થાય છે અને ઘણા સમુદાયોમાં સગીર છોકરા છોકરીઓના લગ્નો પણ થાય છે. કોઈપણ સમાજના છોકરાની ઉમર ૨૧ વર્ષ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ હોય તો લગ્ન માન્ય અને કાયદેસરના ગણાય છે. અન્યથા આનાથી ઓછી ઉંમરના લગ્નને બાળલગ્ન ગણવામાં આવે છે. જે બાળલગ્ન ધારો-૨૦૦૬નો ભંગ ગણાય છે. નાની ઉંમરે લગ્ન થવાથી દીકરા દીકરીને શારિરીક, માનસિક, આર્થિક અને જવાબદાર કુટુંબને સામાજિક રીતે ઘણા જ પ્રકારના ગેરફાયદા થતા હોય છે. તેના નકારાત્મક પરિણામો વ્યક્તિ અને સમાજે ભોગવવા પડતા હોય છે.
બાળલગ્ન ખરેખર બંધ થવા જરૂરી છે અને દરેક સમાજના સરપંચશ્રી/આગેવાનોએ જાગૃત રહી સામાજિક દુષણો અને કુરિવાજો બંધ કરાવવા આગળ આવી સહકાર આપવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ નમ્ર અપીલ કરેલ છે. આગામી તા.૦૩/૦૫/૨૨ના મંગળવારના રોજ અક્ષય તૃતિયા (અખાત્રીજ) નિમિતે ઘણા બધા લગ્ન થવાની સંભાવના છે. જેથી બાળલગ્ન અંગેની ફરીયાદો ટેલીફોનીક માહિતી મળે તો નીચેના કંટ્રોલ રૂમ અને કચેરીનો સંપર્ક કરવો જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
તે માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા રામાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોઈતળિયે, રૂમ. નં.૧૯ જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ મો.૯૭૧૨૩૮૫૩૮૧, ફોન નં.૦૨૬૭૩-૨૩૯૨૨૫. જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, ત્રીજો માળ, રૂમ નંબર-૩૧૦, જિલ્લા સેવા સદન,છાપરી, દાહોદ, મો.૯૯૭૯૭૨૪૩૦૨, ફોન ન.૦૨૬૭૩-૨૩૯૦૨૦, ચાઈલ્ડ હેલ્પ લાઈન- ૧૦૯૮ (ટોલ ફ્રી) અભયમ ૧૮૧નો સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી દાહોદની અખબારી યાદીમાં જણાવાયું છે.