
સુમિત વણઝારા
દાહોદમાં ભેળસેળયુક્ત નકલી ઘી વેચનાર વેપારી તેમજ ઉત્પાદક પેઢી દંડાઈ: ખોરાક ઓષધન તેમજ નિયમન તંત્રે 1,70,000 નો દંડ ફટકાર્યો..
દાહોદ તા.26
દાહોદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરની એક પેઢીના ત્યાંથી ઘી ના સેમ્પલ લઈને તેમના ચકાસણી માટે લેબ માં મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલ ચકાસણી દરમિયાન ભેળસેળિયું હોવાનું સાબીત થતા ખોરાક અને ઓષધન નિયમન તંત્ર દ્રારા વેચાણ કરનાર વેપારી તેમજ ઉત્પાદક પેઢીને કુલ 1,70,000 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે
દાહોદમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા ગત તારીખ 06/03/2021 ના રોજ દાહોદ શહેરના નેતાજી બજારમાં આવેલ બાબુલાલ સાહેબલાલ શાહની જૈન ટ્રેડર્સ નામની દુકાનમાંથી ફ્રુડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાળા વાળાએ પ્રસંગ ગાયનો પ્રીમિયમ ઘી નો 200 ગ્રામના પેકેટનું સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યો હતો જે ચકાસણી દરમિયાન ભેળસેળ યુક્ત સાબીત થતા ખોરાક અને ઓષધન નિયમન તંત્ર દ્રારા દાહોદના નેતાજી બજારમાં આવેલ જૈન ટ્રેડર્સ ને 35 હજારનો કોરાવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ નેશનલ હાઇવે ગૌમાતા ફાટક તાલુકા ગોંડલ રાજકોટ ને 01,35,000 નો દંડ ફટકરવામાં આવ્યો હતો.જયારે ભેળસેલીયા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો
આમ દાહોદ શહેરના નેતાજી બજારમાં ભેળસેળ યુક્ત ઘી વેચનારી વેપારી પેઢી તેમજ રાજકોટની ઉત્પાદક પેઢી મળી બન્ને પેઢીઓને ખોરાક અને નિયમન ઓષધન તંત્ર દ્રારા 1,70,000 હજારનો દંડ ફટકરવામાં આવ્યો હતો