Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં બે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:

April 25, 2022
        1150
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં બે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

 

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં બે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:

 

સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 5.60 લાખની માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર…

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં સોસાયટીમાં આવેલા બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 5.60 લાખની માલમત્તા પર હાથફેરો કરી નાસી છૂટ્યા નું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ઉકરડી રોડ બુરહાની બાગ સોસાયટી ખાતેના રહેવાસી યુસુફભાઈ કુંદાવાલા તેમજ તેમની સામે રહેતા મુનીરાબેન લીમડી વાળાનો પરિવાર રમઝાન માસ ચાલતું હોઈ મકાનને તાળું મારી મસ્જિદમાં નમાજ પડવા ગયું હતું. તે સમયે ચોરીના મક્કમ હીરા જે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ યુસુફભાઈ કુંદાવાળાના મકાનની પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી મુનિરાબેન લીમડીવાળાના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 5,60 લાખની માલમત્તા પર હાથફેરો કરી નાસી છૂટયા હતા.

ત્યારબાદ મસ્જિદમાંથી નમાજ પડ્યા બાદ પરત ઘરે આવેલા બંને મકાનોના પરિવારજનોએ મકાનની વેર વિખેર હાલત જોઈ સ્તબંધ થઈ ગયા હતા.જોકે આસપાસના ભેગા થયેલા સ્થાનિકો તેમજ સુધરાઈ સભ્યોએ દાહોદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા દાહોદ ટાઉન પોલીસ તેમજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ બન્ને મકાનોમાં મકાન માલિકના જણાવ્યા અનુસાર સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સિલક મળી લાખો રૂપિયાની માલમતા પર કરવા સાફસૂફી કર્યું હોવાનું જાણવા મળેલ છે.જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!