
દાહોદ જિલ્લા 14 મંડળોએ ભેગા મળી સંયુક્ત કર્મચારી મોરચાની રચના કરી.
દાહોદ તા.22
દાહોદ જિલ્લાના વિવિધ વિભાગના કર્મચારીઓના ૧૪ જેટલા મંડળ એકત્ર થઈ સંયુક્ત કર્મચારી મોરચાની રચના કરવામાં આવી *સંયુક્ત કર્મચારીના મોરચાના પ્રમુખ તરીકે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુrતાનભાઈ કટારા ની સર્વસહમતી થી વરણી કરવામાં આવી* મહામંત્રી તરીકે નીલકંઠ ભાઈ મહામંત્રી શ્રી માધ્યમિક વિભાગ કર્યાધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ ઉચ્ચ. માધ્યમિક મંત્રી તરીકે શૈલેષ એડ નાયબ મામલતદાર ખજાનચી તરીકે વિલશનભાઈ જીલ્લા પંચાયત તથા અન્ય હોદ્દેદારો સર્વ સહમતી થી વરણી કરવામાં આવી આગામી તારીખ 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિતે બંધારણ પેંશન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું.. આ કાર્ય ક્રમમાં વિવિધ વિભાગોના 500થી વધુ કર્મચારીઓ ભાગ લેશે..