
સુમિત વણઝારા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષા સંદર્ભે મહત્વના આદેશો કરાયા
દાહોદ, તા. ૨૨ :
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સવર્ગની લેખિત પરીક્ષા આગામી તારીખ ૨૪ એપ્રિલ, રવિવારના રોજ બપોરના ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન યોજાશે.
દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોર દ્વારા આ પરીક્ષા સંદર્ભે એક જાહેરનામા દ્વારા મહત્વના આદશો કરાયા છે. તદ્દનુસાર, પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા દિને સવારે ૧૦ થી બપોરના ૨ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંઘ રાખવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ-કોપીયર મશીનના સંચાલકોએ ઉક્ત હુકમનો અમલ કરવાનો રહેશે.
તદ્દઉપરાંત, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ જેવા ઈલેક્ટ્રીક સાધન લાવી શકશે નહિ. પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઉક્ત સમય દરમ્યાન માઇક વગાડી શકાશે નહી. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.