
સુમિત વણઝારા
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ રહેણાંક મકાનમાં પોલીસના દરોડા:1.69 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:બે સામે ગુનો દાખલ…
પોલીસે પ્રોહિબિશનના બન્ને ગુનાઓમાં વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન,રોકડ રકમ, તેમજ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો..
દાહોદ તા.22
દાહોદ જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં પોલીસે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 1,55,420 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.પોલીસે પ્રોહીના બન્ને બનાવોમાં વિદેશી દારૂનો જથ્થો રોકડ રકમ મોબાઈલ ફોન વાહન મળી 1,95,770 નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ બે ઈસમો સામે ગુનો દાખલ કર્યોં છે
પ્રોહીબીશનનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ઉંચવાણીયા ગામે બનવા પામ્યો છે.જેમાં રાછરડા ગામનો વીરેન્દ્ર ઉર્ફે કાલુભાઈ શંકરભાઈ બાકલીયા વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઉંચવાણીયા ગામેથી તેને મોટર સાઇક્લ પર વિદેશી દારૂ સાથે ઝડપી પાડી તેના રહેણાંક મકાનની તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 1152 બોટલો મળી 1,29,760 રૂપિયાનો વિદેશી દારૂ 5,000 હજાર રૂપિયા કિંમતનો મોબાઈલ ફોન 30,000 રૂપિયા કિંમતની મોટર સાઇક્લ તેમજ 4,350 રૂપિયાળી રોકડ રકમ કુલ. 1,69,110 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ વીરેન્દ્ર શંકર ભાઈ બાકલીયાને જેલ ભેગો કર્યોં હતો
પ્રોહીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના કાકડખીલા ગામે બનવા પામ્યો છે.જેમાં તળાવ ફળિયાની રહેવાસી પારુભાઈ હટીયાં ભાઈ ભુરીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ પોલીસને થતા પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા પારુભાઈ હટીયાંભાઈ ઘરે હજાર ના મળતા પોલીસે મકાનની તલાશી લેતા તલાશી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 157 બોટલો મળી 25,660 નો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત બનાવ સંદર્ભે પોલીસે પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.