
દાહોદના ઝાયડસ હોસ્પિટલ નું લોકાર્પણ ઓચિંતુ રદ કરાયું..
દાહોદ તા.20
વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ દાહોદ તાલુકાના ખરોડમાં આદિજાતિ મહાસમેલનમાં 200 કરોડ રૂપિયા ઉપરાંતના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. જેમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું પણ નક્કી કરાયું હતું.પરંતુ છેલ્લી ઘડીએ હોસ્પિટલનું લોકાર્પણ રદ કરાયુ હોવાનું જાણવા મળ્યુ છે .
તારીખ 10 મી તારીખે વડાપ્રધાન દ્વારા લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થવાના કાર્યક્રમની જાહેરાત થઇ હતી. તેમાં 250 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઝાયડડ હોસ્પિટલ તથા 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ તબીબી કોલેજના નવા સંકુલ અને ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે 220 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણનો ઉલ્લેખ હતો . જોકે , 17 મીએ તંત્ર દ્વારા જાહેર કરાયેલા ખાતમૂહૂર્ત અને લોકાર્પણના વિવિધ પ્રકલ્પોમાં ઝાયડસની બાદબાકી જોવા મળી હતી.