Saturday, 20/04/2024
Dark Mode

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી સમાજના સંમેલનમાં કાર્યક્રમને લઇ દાહોદ ઝાલોદ હાઈવે 14 કલાક માટે બંધ રહેશે..

April 16, 2022
        1603
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી સમાજના સંમેલનમાં કાર્યક્રમને લઇ દાહોદ ઝાલોદ હાઈવે 14 કલાક માટે બંધ રહેશે..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી સમાજના સંમેલનમાં કાર્યક્રમ ને લઇ દાહોદ ઝાલોદ હાઈવે 14 કલાક માટે બંધ રહેશે..

દાહોદ ઝાલોદ હાઇવે પર સંમેલનમાં ભાગ લેવા આવનાર વાહનો આ સિવાય તમામ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો..

દાહોદ થી ઝાલોદ તરફ જવા માટે વાહનચાલકોને અન્ય રસ્તેથી પસાર થવું પડશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ ના આસપાસના તમામ જાહેર માર્ગો પીએમ પ્રોટોકોલ મુજબ પ્રતિબંધિત કરાયા..

દાહોદ તા.16

દાહોદ તાલુકાના ડોકી ગામે આગામી ૨૦મી એપ્રિલના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સમાજ સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોઇ સ્થાનિક વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.જેમાં પીએમ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તારીખ ૨૦મી એપ્રિલ માટે જિલ્લા સમાહર્તા ડો.હર્ષદ ગોસાવીએ જાહેરનામુ બહાર પાડયું છે. જે અંતર્ગત કાર્યક્રમના દિવસે દાહોદ-ઝાલોદ હાઈવે સવારના છ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી માટે તમામ પ્રકારના વાહનોની અવર જવર તેમજ સભા સ્થળ નજીક આવેલા કેટલાંક અંતરિયાળ રસ્તાઓ આમ જનતા માટે પ્રતિબંધિત જાહેર કરાયા છે. જેની યાદી નીચે મુજબ છે..

(1) ઈન્દૌર થી અમદાવાદ જતા હાઈવે ઉપર બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા બોર્ડથી આગળ સતી તોરલથી જમણી બાજુ જતાં ઝાલોદ બાંસવાડા હાઈવેને આદિજાતિ મહાસંમેલનમાં ભાગ લેવા જનાર વાહનો સિવાયના તમામ વાહનોના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે .

(2.)ઝાલોદ થી દાહોદ , ગોધરા , ઈન્દૌર તરફ આદિજાતિ મહાસંમેલનમાં ભાગ લેવા આવનાર વાહનો સિવાયના તમામ વાહનોએ લીમડી થી લીમખેડા થઈને ગોધરા– ઈન્દૌર હાઈવે ( NH – 47 ) ને મળતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે .

(3) ઈન્દૌર થી લીમડી , ઝાલોદ , બાંસવાડા ( રાજસ્થાન ) તરફ જતા આમ જનતાના વાહનોએ ઈન્દૌર– ગોધરા હાઈવે ( NH – 47 ) થી લીમખેડા જઈ લીમખેડા થી લીમડી વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.દાહોદ તાલુકા , ગરબાડા , જેસાવાડા , દે.બારીઆ , લીમખેડા , ધાનપુર , પંચમહાલ , છોટાઉદેપુર , વડોદરા ગ્રામ્ય તરફથી સતી તોરલ હોટલ , કાળી તળાઈ થઈને આદિજાતિ મહાસંમેલનના સભાસ્થળ તરફ જતી ૧૯૫૦ બસો અને ૭000 જેટલા ખાનગી વાહનો માટે સતી તોરલ હોટલ થી ડોકી સબજેલ સુધીનો રસ્તો વન – વે ( One way ) રહેશે . ‘

(4) આ વાહનોના વાહન ચાલકોએ ૪૦ km / hr ની ગતિ મર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે . ઝાલોદ , લીમડી , ફતેપુરા , સીંગવડ એમ દાહોદ જિલ્લા ચાર તાલુકા તથા મહિસાગર જિલ્લા તરફથી સભા સ્થળ તરફ આવના ૨ ૮૫૦ બસો અને ૪૦૦૦ જેટલા ખાનગી વાહનો માટે લીમડી થી ડોકી સબજેલ સુધીનો રસ્તો વન – વે ( One way ) રહેશે . આ વાહનોના વાહન ચાલકોએ ૪૦ km / hr ત્ની ગતિ મર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે .

5. વન ચેતના કેન્દ્ર થી જિલ્લા સેવાસદન પાસેથી ઝાલોદ બાયપાસ સુધી જતો રસ્તાને આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે .

6 ચોસાલા ત્રણ રસ્તાથી ઉકરડી , સાંકરદા , કાળીગામ થઈને ડોકી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે..

૭ . દાહોદ ટાઉન થી આદિજાતિ મહાસંમેલનના સભાસ્થળ પર જવા વાળા વાહનોએ ગોધરા રીડ રાબડાળ સતી તોરલ થઈને સભા સ્થળ પર જવાનું રહેશે.

૮ . લીમડી– લીમખેડા રોડ પર સીગાંપોર ઘાટીથી મુણદા , કાળીગામ થઈને ડોકી તરફ આવતી રો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે .

૯ ડોકી સબજેલની દક્ષિણ દિશા બાજુ થઈને પટેલ ફળીયા , ડોકી ગામ તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે .

૧૦ . ડોકી સબજેલની સામે રેંટીયા ગામ તરફ જતા બન્ને રસ્તાને વન – વે ( one way ) જાહેર કરી આમ જનતાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે .

૧૧ . જિલ્લા સેવા સદનની સામે બોરવાણી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!