
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના છેવાડાના માનવીના ઘર- ઘર સુધી કેન્દ્ર સરકાર ની યોજના થકી શુદ્ધ ચોખ્ખું પાણી પહોંચ્યુ !!!
કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે છેવાડાના દરેક માનવી ની જીવન જરૂરિયાત ની મૂળભૂત જરૂરિયાતો પરિપૂર્ણ થાય અને દરેક સુવિધાઓ મળી શકે તે આશયથી ઘર આંગણે ચોખા પાણીની સુવિધા પહોંચી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની સરકાર દ્વારા આ યોજના ની જાહેરાત કરી અને હવે તે પૂર્ણ થતી દેખાઈ રહી છે ગરબાડા ના ભુતરડી ગામે અને અભલોડ ના રાયણ ફળિયા અને ખેડા ફળિયા માં નલ સે જલ અંતર્ગત ઘર-ઘર સુધી પાણી પહોચવાનું ચાલુ થઈ ગયું છે જેનું ટેસ્ટિંગ અને ચેકિંગ ગરબાડા તાલુકાના ભાજપ મહામંત્રી હિતેશભાઈ સોલંકી તેમજ atvt ના સભ્ય લલીતભાઈ બારીયા અને સ્થાનિક ગામના સરપંચોને આગેવાનો દ્વારા આ યોજના ટેસ્ટિંગ કરી પાણી ચેક કરવામાં આવ્યું હતું અને પાણીના વધામણાં પણ કરવામાં આવ્યા હતા ગરબાડા તાલુકામાં દરેક ગામમાં પાણીના સ્ટોરેજ માટે સંપ બનાવવામાં આવ્યા છે જેમાં કુલ પાણીનો સ્ટોરેજ અંદાજે 24 એમ એલ ડી જેટલું થાય છે જેથી નજીકના ભવિષ્યમાં દરેક ગામમાં ઘર સુધી શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું કામ દરેક ગામમાં કાર્યરત છે જેનો વહેલી તકે ટેસ્ટિંગ કરી પાણી પહોંચાડવાનું પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઇ રહી છે