Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત:ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ટેન્કર ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા એક મહિલાનું મોત:અન્ય છ થી સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

May 20, 2021
        1281
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત:ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ટેન્કર ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા એક મહિલાનું મોત:અન્ય છ થી સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

  જીગ્નેશ બારીયા :- દાહોદ   

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત:ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ટેન્કર ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા એક મહિલાનું મોત: અને છ થી સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત 

 માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને ૧૦૮ મારફતે નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પોલીસ તપાસમાં જોતરાઈ 

દાહોદ તા.20

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ગતરોજ રાત્રીના સમયે એક ટેન્કરના ચાલકે રોંગ સાઇડે પોતાના કબજાનો ટેન્કર હંકારી લાવી સામેથી આવતી પેસેન્જર ભરેલ એક બોલેરો ગાડીને અડફેટમાં લેતાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પેસેન્જરોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

 

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ગતરોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ગરબાડા તાલુકાના માણસો એક બોલેરો ગાડીમાં બેસી દાહોદથી લીમડી તરફ જવા રવાના થઇ રહ્યા હતા તે સમયે સામેથી એક માતેલા સાંઢની માફક ધસી આવતાં ટેન્કરે અને તે પણ રોંગસાઈડે ટેન્કરના ચાલકે પોતાના કબજાનુ ટેન્કર પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પેસેન્જર ભરેલ બોલેરો ગાડી સાથે જોશભેર ટકકર મારતા બોલેરો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ૫૦ ફૂટ સુધી બોલેરો ઘસડી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોલેરો ગાડીમાં બેઠેલ પેસેન્જરો પૈકી એક મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઘણા વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ પોલીસને થતાં બંને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ડ્રાઇવર સહિત છ થી સાત લોકોને દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ પણ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!