
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે કોરોના પહેલાથી ચાલતી નિઃશુલ્ક પણે નેત્ર સેવા પુનઃ ફરી શરૂ કરાઈ
દાહોદ
દાહોદ ના દેલસર ગામે આવેલી દાહોદની સૌથી મોટી નેત્ર નિદાન હોસ્પિટલ દ્રષ્ટિ નેત્રાલય ખાતે ( કાયમી ધોરણે ) મફત નેત્ર તપાસ અને નિદાન કેમ્પ . દ્રષ્ટિ નેત્રાલય ચાકલીયા રોડ દાહોદ ખાતે સોમવાર થી શનિવાર કાયમી ધોરણે શરૂઆત દરરોજ સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી તે અંતરગત દૈનિક ધોરણે ગરીબ દર્દી ઓને મફત નિદાન અને તપાસ સુવિધા આધાર કાર્ડ લાવવા થી .દ્રષ્ટિ નેત્રાલય , જી.આઇ.ડી.સી , ચાકલિયા રોડ , દાહોદ ઉપલબ્ધ થશે . આ સેવા અંર્તરગત આંખ ની બિમારીનું નિદાન અને સારવાર કુશળ ડોકટર્સ અને ટેકનીશીયનની ટીમ દ્વારા આધુનિક સાધન સુવિધાયુકત દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલમાં કરવામાં આવશે . તેમાંથી જરૂર જણાયેલ ગરીબ અને નબળા વર્ગ ના દર્દીઓને નિયત આપેલ તારીખે ઓપરેશન કરી આપવામાં આવશે . તો આપ સૌને ગરીબ દર્દીઓને લાભ અપાવવા માટે વિનંતી . કેમ્પ માંથી તારીખ આપેલ દિવસે ઓપરેશન વાળા દર્દીઓને ઓઢવાનું તેમજ સગાને સાથે લાવવું જરૂરી છે.ઓપરેશન ના દિવસે આવો ત્યારે દર્દીએ એ રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડ અથવા બી.પી એલ કાર્ડ દાખલો લાવવો જરૂરી છે.ડો શ્રેયાબેન શાહ દ્વારા કેમ્પ ના કાર્ય માં સાથ સહકાર તેમજ નિદાન કેમ્પ ની જાણકારી તમારી આસ – પાસ અડોશી પડોશી તેમજ ગામ માં સોસાયટી માં આપી દ્રરિદ્રનારાયણ ની સેવા માં મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે
ડો.શ્રેયા એડમિનીસ્ટ્રેટીવ ડાયરેકટર , દ્રષ્ટિ નેત્રાલય દાહોદ.