Friday, 19/04/2024
Dark Mode

કોરોનાના કટોકટી કાળમાં દાહોદવાસીઓ માટે આર્શીવાદ સમાન ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલની આરોગ્યસેવાઓનો વિસ્તાર

April 12, 2022
        405
કોરોનાના કટોકટી કાળમાં દાહોદવાસીઓ માટે આર્શીવાદ સમાન ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલની આરોગ્યસેવાઓનો વિસ્તાર

સુમિત વણઝારા

 

કોરોનાના કટોકટી કાળમાં દાહોદવાસીઓ માટે આર્શીવાદ સમાન ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલની આરોગ્યસેવાઓનો વિસ્તાર

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્મિત ૭૫૦ પથારી સાથેની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલનું લોકાર્પણ કરશે

 

પ્રધાનમંત્રીશ્રી ઝાયડસ ખાતે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર નવનિર્મિત મેડીકલ કોલેજ સંકુલ અને રહેણાંક આવાસનું પણ કરશે લોકાર્પણ

 

પ્રધાનમંત્રીશ્રી ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે રૂ. ૨.૨૦ કરોડના ઓક્સિજન પ્લાન્ટને જનસેવામાં સંમર્પિત કરશે

 

 

દાહોદ તા.12

દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારમાં ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલની સેવાઓ ગરીબ દર્દીઓની નિ:શુલ્ક સારવાર પૂરી પાડી રહી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફાળવેલી ઝાયડસ મેડીકલ કોલેજની આરોગ્યલક્ષી સેવાઓનો વિસ્તાર થયો છે. પ્રધાનમંત્રીશ્રી આગામી તા. ૨૦ એપ્રીલે અહીં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્મીત ૭૫૦ પથારી સાથેની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ તેમજ નવા મેડીકલ કોલેજ સંકુલ સાથે નવા રહેણાંક આવાસ પણ રૂ. ૨૦૦ કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે રૂ. ૨.૨૦ કરોડના ઓક્સિજન પ્લાન્ટને પણ જનસેવામાં સંમર્પિત કરશે.

 

ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે અદ્યતન માળકાકીય સુવિધાઓ સાથે જે આરોગ્યસેવાઓ મળશે તેની વાત કરીએ. નાગરિકોને અહીં હવે નવી ૬૯૦ પથારીવાળા જનરલ વોર્ડની સુવિધા પ્રાપ્ત થશે. તેમજ ઇમરજન્સી કે અકસ્માતમાં જીવન બચાવવા અદ્યતન સાધનો જેવા કે વેન્ટિલેટર, મલ્ટીપારા મોનિટર, ઇન્ફયુઝન પંપ, ડિફિબ્રિલેટર વગેરે સાથેની ૨૫ પથારી સાથેની આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ઝાયડસ હોસ્પીટલ ખાતે ૧૨ પથારી સાથેનું આઇસીયુ, ૫ પથારી સાથેનું આઇસીસીયુ, ૬ પથારી સાથેનું એસઆઇસીયુ, પ પથારી સાથેનું પીઆઇસીયુ, ૨૮ પથારી સાથેનું ઓટી રીકવરી તમામ જીવન બચત સાધનો સાથે, ૧૧ સ્પેશ્યલ રૂમ, ૭ મોડ્યુલર ઓટી, ઘટક સુવિધા સાથેનું બ્લડ બેન્ક, લેબોરેટરી સેવાઓમાં પેથોલોજી, બાયોકેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીનો સમાવેશ થાય છે. રેડિયોલોજી સેવાઓમાં એક્સ રે, યુએસજી, વિશેષ પ્રક્રિયા અને સીટી સ્કેનનો સમાવેશ થાય છે.

દાહોદની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્યલક્ષી વધુ સારવાર માટે વડોદરા અથવા તો અમદાવાદ જવું પડતું હતું. પરંતુ, દાહોદમાં મેડિકલ કોલેજની આ સુવિધાઓથી તમામ વિશેષ પ્રકારની સારવાર પણ હવે દાહોદમાં મળવા લાગી છે. ખાસ કરીને દૂરદરાજના ગામોમાં વસતા આદિવાસી પરિવારો માટે આ મેડિકલ કોલેજ આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ હોસ્પીટલની સુવિધાનો લાભ હવે રાજસ્થાન, મધ્યપ્રદેશના લોકો પણ લઇ રહ્યાં છે. 

દાહોદમાં કોરોના વાયરસ સંક્રમણ સમયે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાની ખૂબ જ આવશ્યક્તા પડી હતી. એવા સમયે દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની સેવા ખરા સમયે કામ આવી હતી.  

ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે નવા મેડીકલ કોલેજ સંકુલ સાથે નવા રહેણાંક આવાસ બોયસ અને ગર્લ્સ હોસ્ટેલ, પુસ્તકાલય, સભાગૃહ, ઇન્ડોર આઉટડોર ગેમની વ્યવસ્થા, વ્યાયામશાળાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તદ્દઉપરાંત કોરોના સમયે અતિમહત્વની પૂરવાર થતી આરટીપીસીઆર લેબની સુવિધાઓ પણ ઝાયડસ ખાતે શરૂ કરવામાં આવતા ઝડપથી કોરોના ટેસ્ટ રિપોર્ટ ઉપલબ્ધ થશે.

વનબંધુ કલ્યાણ યોજનાની જોગવાઇઓ તેમજ ટ્રાયબલ કચેરીના સહયોગથી ઝાયડસ ખાતે દર્દીઓ માટે ૧૨૦૦ લીટર પ્રતિમિનીટની ક્ષમતા સાથેનો ઓક્સિજન પ્લાન્ટ પણ પ્રધાનમંત્રીશ્રી જનસેવામાં સંમર્પિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!