Friday, 26/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા આદિજાતિ વિકાસ વિભાગના સચીવ શ્રી ડો. એસ. મુરલીક્રિશ્ના

April 12, 2022
        1514
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા આદિજાતિ વિકાસ વિભાગના સચીવ શ્રી ડો. એસ. મુરલીક્રિશ્ના

સુમિત વણઝારા

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા આદિજાતિ વિકાસ વિભાગના સચીવ શ્રી ડો. એસ. મુરલીક્રિશ્ના

દાહોદ, તા. ૧૨ :

 

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલીક્રિશ્ના તેમજ પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી.

 સચીવ ડો. એસ. મુરલીક્રિશ્નાએ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સુચારૂ રીતે થાય તેમજ કાર્યક્રમમાં સહભાગી થનારા નાગરિકોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીશ્રીઓને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની પૂર્વતૈયારીઓ વિશેની માહિતી વિગતે માહિતી કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આપી હતી. તેમજ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આપી હતી. 

 બેઠકમાં સ્ટેમ્પ નોંધણી નિરિક્ષક સુપ્રીરીટેન્ડેન્ટ શ્રી જેનુ દેવાન, શહેરી વિકાસ વિભાગના નાયબ સચીવ શ્રી તેજસ પરમાર, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતના મુખ્ય કારોબારી અધિકારી શ્રી આર.એસ.નિનામા, જીએસઆરટીસી એમડી શ્રી એમ.એ. ગાંધી, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટી કો.લી.નાં એમડી શ્રી ડી.કે. પારેખ, સ્વચ્છ ભારતના એમડી શ્રી એસ.કે. પ્રજાપ્રતિ, આરોગ્ય તબીબી સેવા કચેરીના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અજય પ્રકાશ, શહેરી જમીન ટોચ મર્યાદાના નાયબ સચીવ શ્રી પી.એન.મકવાણા, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી એ.બી. પટેલ, દાહોદનાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!