
કલ્પેશ શાહ :- સીંગવડ
સંજેલી તાલુકામાં 10 માં બોર્ડનું હિન્દીનુ પેપર લીક મામલો:દાહોદ જિલ્લા પોલીસે બીજા દિવસે શંકાસ્પદોને દબોચ્યા..!!
પેપર લીક કાંડમાં અગાઉ પકડાયેલા ચાર આરોપીઓમાં એક આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર: ત્રણને જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા
પેપર લીક મામલામાં અમિત તાવીયાડને પોલીસે દબોચ્યો: સમગ્ર મામલામાં નવા ઘસ્ફોટક થવાના એધાંણ
સમગ્ર ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવા દાહોદ પોલીસનો તપાસનો ધમધમાટ..
દાહોદ/સીંગવડ તા.11
સંજેલી તાલુકામાં હિન્દીનું 10 મી બોર્ડનું પેપરલીક કાંડમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા 5 આરોપીઓને પકડી જેલભેગા કર્યા બાદ આ સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો દોર લંબાવ્યા બાદ બીજા દિવસે સીંગવડ તાલુકામાંથી શંકાસ્પદ ઝેરોક્ષવાળાઓને પોલીસે દબોચી લીધા છે. ત્યારે પેપર લીક અને વાઈરલ મામલામાં અગામી દિવસોમાં વધુ ઘસ્ફોટક થવાના એધાંણ વર્તાઈ રહ્યા છે.
ગત તારીખ નવ એપ્રિલના રોજ ધોરણ દસની હિન્દીની પરીક્ષા હતી જેમાં પરીક્ષા પૂર્ણ થવાના અર્ધા કલાક પહેલા આન્સર કી સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જે બાદ સમગ્ર મામલમાં દાહોદ જિલ્લા પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ આરંભવામાં આવ્યો હતો.જેમાં પોલીસે સોશિયલ મીડિયામાં આન્સર કી સાથે પેપર વાઈરલ કરનાર તેમજ અન્ય મળી કુલ પાંચ લોકો સામે ગુનો નોંધતા જેમાં ચાર આરોપીઓને સંજેલી ગામેથી ઝડપી લેવાયા હતા.જ્યાંરે સીંગવડ તાલુકાના મેથાણ ગામનો રહેવાસી અમિત તાવીયાડને પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી ઘનિષ્ટ પૂછપરછ દરમિયાન તપાસનો દોર સંજેલી બાદ સીંગવડ ખાતે પહોંચ્યો હતો જેમાંથી
તેમને સીંગવડ ઝેરોક્ષ કેન્દ્રના માલિકના નામ આપતા તથા તેને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સિંગવડ ગામમાં આવીને તે જગ્યા બતાવતા દાહોદ પોલીસ દ્વારા ઝેરોક્ષ મશીનના માલિક ને ત્યાંથી શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેઇન કરી લીમખેડા ઓફિસે લઇ જઇને વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જ્યારે સીંગવડમાંથી ડિટેઇન કરેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે..? આ હિન્દી પેપર ખરેખર ક્યાંથી લિક થયુ છે..?? તેની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પેપર કાંડના આરોપી સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
સંજેલી પેપરની કાંડમાં અમિત તાવીયાડ ઝડપાયો: ભેદ ખૂલવાની ઉજ્જવળ દિશા: એકના રિમાન્ડ મંજૂર ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
સંજેલી માં પેપર કાંડમાં વોન્ટેડ અમિત તાવિયાડને પણ પોલીસે ઝડપી પાડયો , હવે ભેદ ખુલવાની દિશા ઉજ્જવળ બની દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી ધોરણ 10 નુ હિન્દીનુ પેપર લીક મામલો સામે આવ્યો હતો . જેમાં ગત રોજ વધુ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા . ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો .અગાઉ ચાર આરોપીને ઝડપી પાડયા હતા .જે પૈકી એકના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે અન્ય ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે .જ્યારે આજે પકડાયેલ આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે .શનિવારે એટલે કે તારીખ 9 એપ્રિલના રોજ ધોરણ 10 નું હિન્દીની પેપર ચાલુ પરીક્ષાએ જ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે . આ મામલાની તપાસમાં પેપર દાહોદ જિલ્લામાંથી વાઈરલ થયું હોવાનું સામે આવ્યું છે.