
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે “વાઈટ કોટ સેરેમની”ની ચોથી બેચનું શુભારંભ કરાયો..
દાહોદ તા.09
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે આજે વાઈટ કોટ સેરેમનીની ચોથી બેચની દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્તિથીમાં શુભ શરૂઆત કરવામાં આવી હતી
દાહોદ જિલ્લામાં ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી બાહુલય ધરાવતા જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના થતા હવે દાહોદ જિલ્લાના વિધાર્થીઓને અન્ય જિલ્લાઓમાં મેડિકલની તાલીમ લેવા જવા માટે લાબું નહી થવું પડે તેને લઈને દાહોદ જિલ્લાના કેટલાક વિધાર્થીઓને પોતાના જિલ્લામાં મેડિકલ ભણતર માટેની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે તેને લઈને દર વર્ષે ગુજરાત સરકારના પ્રયાસોથી નીમનલીયા ખાતે આવેલી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મેડિકલ ક્ષેત્રે ભણતર કરી રહેલા 200 થી વધુ વિધાર્થીઓને વાઈટ કોટ સેરેમણીની બેચોની શુભ શરૂઆતો કરવામાં આવતી હોઈ છે ત્યારે આ વખતે પણ 2021-22 ની વાઈટ કોટ સેરેમણી શરૂઆત દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ની ઉપસ્તિથીમાં કરવામાં આવી હતી અને આજે ચોથો બેચની શરૂઆત કરવામાં આવી હતી જેમાં 200 જેટલાં વિધાર્થીઓને આજે વાઈટ કોટ નું વિતરણ કરવામાં આવયું હતું અને આવતી કાલથી વિધાર્થીઓ વાઈટ કોટ પહેરી મેડિકલ ની તાલીમ હાશીલ કરશે ત્યારે આ પ્રસંગે દાહોદ ના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દાહોદ ઝાયડસના સી ઈ ઓ સંજય કુમાર, ડીન પ્રોફેશનલ ડૉ સી બી ત્રિપાઠી, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એચ આર મેનેજર કરણ શાહ સિનિયર મેનેજર હેતલ રાવ ઝાયડસ હોસ્પિટલનો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે આ સમારોહમાં હાજરી આપી હતી અને દરેકે એમ, બી, બી, એસ, ના વિધાર્થીઓ ઉત્તતરો ઉત્તર પ્રગતી કરે તેવી અભિલાષા વ્યકત કરાઈ હતી.