
સુમિત વણઝારા
દાહોદમાં ભગવાન શ્રી રામની પ્રતિમાના આગમન સમયે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ..
દાહોદ તા.6
દાહોદ શહેરમાં તારી ૧૦મીના રોજ શ્રીરામ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે થોડા દિવસો પહેલા ભગવાન શ્રીરામની પ્રતિમાના આગમન યાત્રા દરમિયાન કોઈ અસામાજિક તત્વ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર ભગવાન શ્રીરામ યાત્રાની લાઈવ સોશિયલ મીડિયાના વીડિયોમાં અભદ્ર કોમેન્ટ કરતા હિંદુ સમાજની લાગણી દુભાતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
તારીખ 10મીના રોજ દાહોદ શહેરમાં શ્રીરામ યાત્રાનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત તારીખ 3 એપ્રિલના રોજ ભગવાન શ્રીરામ યાત્રાના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રીરામની પ્રતિમાના આગમન દરમિયાન દાહોદ પડાવથી ઠક્કર ફળિયા સુધી શ્રીરામજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રાનું લાઇવ સોશિયલ મીડિયામાં પ્રસારણ ચાલતું હતું તે દરમિયાન _stanny___mf નામની આઈડીવાળા અસામાજિક તત્વ દ્વારા અભદ્ર લાઈવ કોમેન્ટ કરી, ગાળો લખી હિન્દુ સમાજની લાગણી દુભાવે તેવું કૃત્ય કરતા આ સંબંધે ઈન્દ્રકુમાર નારણદાસ કરમચંદાની દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.