
જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ
ધાનપુર તાલુકામાં 4 જુદા-જુદા લગ્ન સ્થળ તેમજ ચાંદલાવિધિમાં પોલિસે ઓચિંતી ચેકીંગ હાથ ધરી
ચારેય લગ્ન સમારંભ, ચાંદલાવિધિમાં કોરોના ગાઇડલાઇનના જાહેરનામાનો ભંગ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
લગ્ન સમારંભમાં 700 તેમજ ચાંદલા વિધિમાં 200થી વધુ માણસો ભેગા થતા પોલીસે ડીજેના સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી લગ્ન સમારંભના નિમંત્રકો ડીજે સંચાલકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં જુદા જુદા કુલ ૦૪ સ્થળોએ લગ્ન પ્રસંગ, ચાંદલા વિધિમાં કોરોના ગાઈડ લાઈનના જાહેરનામાનો ભંગ જણાતાં એક્શનમાં આવેલ ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિમંત્રકો, ડી.જે. સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી ડી.જે. પણ જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધાનપુર તાલુકામાં લગ્ન પ્રસંગમાં ઉમડેલી ભીડના લાઈવ દ્રશ્યો
ગઈકાલે એટલે કે, તારીખ ૧૭.૦૫.૨૦૨૧ના રોજ રાત્રીના સમયગાળા દરમ્યાન ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે લગ્નમાં ૭૦૦ થી વધુ મહેમાનો તથા એજ ગામે બીજા લગ્નમાં ૨૦૦ થી વધુ માણસો તેમજ આમલીમેનપુર ગામ ખાતે ચાંદલા વિધિમાં ૧૦૦ જેટલા માણસો વચ્ચે પ્રસંગ યોજાયો હતો. કુલ ચાર પ્રસંગોમાં જાહેરનામાનો ભંગ જણાતાં અને હાલ કોરોના મહામારી વચ્ચે આ લગ્ન પ્રસંગ તેમજ ચાંદલા વિધિમાં સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંઘન, માસ્ક વગર ફરતાં લોકો અને ખાસ કરીને જાહેરનામાનો ભંગ જણાતાં અને આ પ્રસંગમાં ડી.જે.ના તાલે નાચગાન કરતાં હોવાની માહિતી ધાનપુર પોલીસને મળતાં પોલીસ કાફલો આ લગ્ન પ્રસંગ તેમજ ચાંદલા વિધીમાં પહોંચી ગઈ હતી તમામ નિમંત્રકો તથા ડી.જે બોલાવી વગાડી નાચગાન કરાવી સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર તથા રાત્રી દરમિયાન કાર્યક્રમ સ્થળે ડીજે વાહનના કેબી માં ચાર વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં જાેવા મળ્યાં હતા. આ તમામ લોકો વિરૂધ્ધ ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડીજે ડિટેઈ કરીને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આઈપીસી કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧(૧)બી મુજબ નિમંત્રક તથા ડી.જે સંચાલક વિરૂધ્ધ દ્વારા નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
—————————————