Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં પોલીસે ચાર જુદા-જુદા બનાવોમાં 8.14 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો:8 ઈસમો સામે ગુનો નોંધાયો 

March 27, 2022
        473
દાહોદ જિલ્લામાં પોલીસે ચાર જુદા-જુદા બનાવોમાં 8.14 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો:8 ઈસમો સામે ગુનો નોંધાયો 

રાજેશ વસાવે :- દાહોદ

 

દાહોદ જિલ્લામાં પોલીસે ચાર જુદા-જુદા બનાવોમાં 8.14 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો:8 ઈસમો સામે ગુનો નોંધાયો 

 

દાહોદ તા.27

દાહોદ જિલ્લા પોલીસે ચાર જુદા જુદા બનાવોમાં 5,05280 ના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.જયારે પોલીસે ઉપરોક્ત પાંચેય બનાવોમાં 8,14,000 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ 8 ઈસમો સામે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળેલ છે

પ્રોહીનો પ્રથમ બનાવ ચાકલીયાના ગુલતોરા ગામે બનવા પામ્યો છે જેમાં GJ-20-AB-7693 નંબરના મોટર સાઇક્લ ચાલકે તેના સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતા તે સમય ગાળા દરમિયાન પોલીસે દરોડો પાડતા મોટર સાઇક્લ ચાલક અને તેનો સાથી મોટર સાઇક્લ.મૂકી ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 06 પેટીઓમા કુલ 192 બોટલો મળી 25.920 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે 20 હજાર રૂપિયા કિંમતની. મોટર સાઇક્લ તેમજ દારૂના જથ્થા સાથે 45,920 રૂપિયાનો. મુદ્દામાલ ઝડપી ઉપરોક્ત બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે

પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારીયા તાલુકાના નાની ખજૂરી ગામે બનવા પામ્યો છે જેમાં નાની ખજૂરી ગામના મુકેશભાઈ મંગાભાઈ કોળી મંગાભાઇ જીવાભાઈ કોળી તેમજ એક બોલરો તેમજ સફેદ કલરની ગાડીનો ચાલક સહીત કુલ ચાર લોકોએ દેશી દારૂકટિંગ અર્થે ઉતારતા તે દરમિયાન પોલીસે દરોડો પાડતા ઉપરોક્ત ઈસમો વાહનો લઈને ભાગી છૂટ્યા હતા. ત્યાંરબાદ પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયર ટીનની 21 પેટીઓમાં 624 બોટલો મળી કુલ 72,000 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રોહીનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક દસલા ગામે બનવા પામ્યો છે જેમાં દેવધા ખાનનદી ફળિયાના રહેવાસી શાંતિલાલ બાલુભાઈ દેહધા પોતાના કબ્જા હેઠળની GJ-01-KP-7416 નંબરની ઈન્ડિગો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતા પોલીસે તેને દરોડા દરમિયાન ઝડપી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની દારૂની 840 બોટલો મળી કુલ 1,01280 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ એક ફોર વહીલર ગાડી મળી 2,05000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ચોથો બનાવ ગરબાડા તાલુકાના ચંદલા ગામે બનવા પામ્યો છે જેમાં એક પારસીંગ ના ટ્રેક્ટરમાં મધ્ય પ્રદેશના વરઝર થી ઘાસ ની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ગરબાડા તરફ લઈ આવતા રસ્તામાં ચંદલા ગામે પોલીસની નાકાબંધી જોઈ ટ્રેક્ટર ચાલક પોલીસને જોઈ ટ્રેક્ટર મૂકી ભાગી ગયો હતો જેમાં પોલીસે તલાશી લેતા ઘાસ ની આડમાં સંતાડી મુકેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 7440 બોટલો મળી કુલ 3,72000 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ 1,20000 હજાર રૂપિયાની ટ્રોલી મળી કુલ રૂપિયા 4,92000 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!