
રાજેશ વસાવે દાહોદ
દાહોદ તાલુકાના નાનાલુણધા ગામેથી પસાર થતી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું:હજારો લીટર પાણીનો વેડફાટ..
દાહોદ તા.25
દાહોદ તાલુકાના નાનાલૂંણધા ગામેથી પસાર થતી કડાણા જળાશય આધારિત પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો.
હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.તો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું છે તેવા સમયે કડાણા જળાશય આધારિત પાઈપ લાઈનના વાલ્વમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ જોતા મળ્યો હતો.બીજી તરફ ભરઉનાળે પીવાના પાણી માટે કકળાટ કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે કડાણા જળાશય આધારિત પાઈપ લાઈનમાં પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે.ત્યારે આજરોજ પુનઃ એક વખત દાહોદ તાલુકાના નાના લુણધા ગામેથી પસાર થતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.ત્યારે અવારનવાર કડાણા સિંચાઈ યોજનાની પાઈપ લાઈનમાંથી ભંગાણ સર્જાવાના બનાવો બની રહ્યા છે.એક તરફ સિંચાઈના પાણીને લઈને ખેડૂતો હેરાન બનયા છે.ત્યારે બીજી બાજુ પીવાના પાણી માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના નાગરિકો વળખા મારી રહ્યા છે.ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આવા પાણીના લીકેજના બનતા બનાવોને અટકાવવામાં આવે તે માંગ ઉઠવા પામી છે.