Thursday, 28/03/2024
Dark Mode

રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત નાની સારસી ગામ ખાતે સાત દિવસીય સેવાકીય શિબિર યોજાઈ

March 22, 2022
        582
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત નાની સારસી ગામ ખાતે સાત દિવસીય સેવાકીય શિબિર યોજાઈ

રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત નાની સારસી ગામ ખાતે સાત દિવસીય સેવાકીય શિબિર યોજાઈ

દાહોદ તા.22

કૃષિ ઇજનેરી પોલિટેકનીક તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી,દાહોદના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાજેતરમાં નાની સારસી ગામ ખાતે ગત અઠવાડિયે સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરમાં કૃષિ ઇજનેરી પોલિટેકનીકના, દાહોદના બીજા વર્ષના ૩૦ વિધાર્થીઓ અને એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.એસ.એસ.સિંચોરકરે ભાગ લીધો હતો. આ એન.એસ.એસ. શિબિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે પાંચ પ્રકલ્પો મુજબ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ નાની સારસી ગામ ખાતે કરવામાં આવી હતી. 

         જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ-શાળાની સફાઈ, વ્યસનમુક્તિ અભિયાન,ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, સામાજિક કુરિવાજ જાગૃતિ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો રેલી અને પોસ્ટર અભિયાન, સ્વાસ્થ્ય જાગૃતી માટે યોગનું આયોજન, તેમજ શાળામાં વૃક્ષારોપણ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

           શિબિરમાં નાની સારસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ વાળંદ, જનકભાઈ પટેલ સી.આર.સી. કો-ઓર્ડીનેટર દાહોદ, ડો.એમ.એમ ત્રિવેદી આચાર્યશ્રી, કૃષિ ઇજનેરી પોલિટેકનિક દાહોદ, ડો.ચિરાગભાઈ પટેલ, શ્રી અજીતભાઈ જૈન, નેહરુ યુવા કેન્દ્ર દાહોદ, કૃષિ ઇજનેરી પોલિટેકનિક અને શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનોનો સહકાર મળ્યો હતો. શિબિરનું સમાપન ડો.ડી.એચ.પટેલ નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ,આણંદ કૃષિ યુનિવર્સીટી,આણંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

૦૦૦*રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત નાની સારસી ગામ ખાતે સાત દિવસીય સેવાકીય શિબિર યોજાઈ*
૦૦૦
કૃષિ ઇજનેરી પોલિટેકનીક તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી,દાહોદના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાજેતરમાં નાની સારસી ગામ ખાતે ગત અઠવાડિયે સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
શિબિરમાં કૃષિ ઇજનેરી પોલિટેકનીકના, દાહોદના બીજા વર્ષના ૩૦ વિધાર્થીઓ અને એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.એસ.એસ.સિંચોરકરે ભાગ લીધો હતો. આ એન.એસ.એસ. શિબિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે પાંચ પ્રકલ્પો મુજબ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ નાની સારસી ગામ ખાતે કરવામાં આવી હતી.
જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ-શાળાની સફાઈ, વ્યસનમુક્તિ અભિયાન,ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, સામાજિક કુરિવાજ જાગૃતિ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો રેલી અને પોસ્ટર અભિયાન, સ્વાસ્થ્ય જાગૃતી માટે યોગનું આયોજન, તેમજ શાળામાં વૃક્ષારોપણ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા હાથ ધરવામાં આવી હતી.
શિબિરમાં નાની સારસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ વાળંદ, જનકભાઈ પટેલ સી.આર.સી. કો-ઓર્ડીનેટર દાહોદ, ડો.એમ.એમ ત્રિવેદી આચાર્યશ્રી, કૃષિ ઇજનેરી પોલિટેકનિક દાહોદ, ડો.ચિરાગભાઈ પટેલ, શ્રી અજીતભાઈ જૈન, નેહરુ યુવા કેન્દ્ર દાહોદ, કૃષિ ઇજનેરી પોલિટેકનિક અને શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનોનો સહકાર મળ્યો હતો. શિબિરનું સમાપન ડો.ડી.એચ.પટેલ નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ,આણંદ કૃષિ યુનિવર્સીટી,આણંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!