
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના હિમાળા ગામે ફોર વ્હીલરની અડફેટે 13 વર્ષની બાળકીનું મોત: એક મહિલા ઇજાગ્રસ્ત…
દાહોદ તા.22
દાહોદ તાલુકાના કતવારા નજીક હિમાળા ગામે પીર ઝડપે આવતી ફોર વહીલર ગાડીના ચાલકે રસ્તે ચાલતી મહિલાને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યા નું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કતવારા નજીક હિમાળા ખારીવાવ ફળીયાના રહેવાસી ૧૩ વર્ષીય બાળકી સપનાબેન કમેશભાઈ ભાભોર તેમજ રમીલાબેન સુરેશભાઈ નામક મહિલા પગપાળા જઈ રહી હતી.તે સમયે પૂરઝડપે આવતી GJ-06-KP-9287 નંબરના મહિન્દ્રા ગાડીના ચાલકે બન્ને મહિલાઓને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 13 વર્ષીય બાળકી સપનાબેન ભાભોર ને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે રમીલા બેનને ઓછીવત્તી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે સરકારી દવાખાને પહોંચાડવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવ સંદર્ભે હિમાળા ખરીવાવ ફળિયાના રહેવાસી વજેસિંહભાઈ કસનાભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા કતવારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.