
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ખેતરે જતી મહિલાના પહેરેલા 48 હજારના દાગીના લૂંટી બે ઈસમો ફરાર..
દાહોદ તા.22
દાહોદ તાલુકાના ચંદવાણા ગામે મોટર સાઇક્લ પર આવેલા બે લૂંટારૂઓએ ખેતર માં ઘઉ સાચવવા રહેલી મહિલાના ગળાની ચેન તેમજ કાન ની બુટીઓની ચીલઝડપ કરી ભાગી જતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ તાલુકાના કતવારા નજીક ચંદવાણા ગામના ગામતળ ફળિયાના રહેવાસી ભાનુબેન વીરેન્દ્રભાઈ બામણ પોતાના ખેતરમાં ઘઉ સાચવવા ખેતરે જઈ રહી હતી.તે સમયે લૂંટના ઇરાદે પલ્સર ગાડી પર આવેલા ૨૫ થી ૩૦ વર્ષીય ઉમરના બે અજાણ્યાં લૂંટારુઓએ ભાનુ બેનના ગાળામાં પહેરેલા 26,000 ની કિંમતના 13 ગ્રામ સોનાની ચેન તેમજ 22,000 કિંમતની કાનની બુટી મળી કુલ 48,000 ના માલમત્તાની ચીલ ઝડપ કરી રફુ ચક્કર થઈ ગયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે લૂંટનો ભોગ બનેલી ભાનુબેન બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે અજાણ્યાં લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી અજાણ્યાં તસ્કરો ને પકડવાની તજવીજ હાથ ધરી હતી.