Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રી નું મોત:ચાલક ઇજાગ્રસ્ત 

March 11, 2022
        1182
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રી નું મોત:ચાલક ઇજાગ્રસ્ત 

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે  બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રી નું મોત:ચાલક ઇજાગ્રસ્ત 

ગરબાડા તા.11

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે મોટરસાયકલ સવારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાઇકલ સ્લીપ થઇ જતા મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ અને એક ઈસમ ઇજાગ્રસ્ત હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના અભલોડ ગામના ચાંદલી ફળિયાના રહેવાસી જીમાલભાઈ પીદીયાભાઈ પલાસ પોતાના ભત્રીજા અજય સવસીંગ પલાસ સાથે પોતાના કબજાની Gj-13-6473 નંબરની મોટરસાયકલ પર ગરબાડા તાલુકાના બે ગામે પોતાની સાસરીમાં ચાર વર્ષની પુત્રી અમૃતાને લેવા ગયા હતા. જ્યાથી બપોરના સમયે પરત ફરતા રસ્તામાં દાદુર ગામે જીમાલભાઈ ની મોટર સાયકલમાં પેટ્રોલ ખતમ થઈ ગયો હતો જે બાદ તેમના કુટુંબી તેમજ સીમલીયા બુઝર્ગ ગામના મહેશભાઈ બચુભાઈ પરમાર પોતાના કબજાની Gj-20-AL 7604 નંબરની મોટરસાયકલ લઈ આવી જતા જીમાલભાઈ તેમજ તેમની ચાર વર્ષીય પુત્રી અમૃતાબેન મહેશભાઈ ની મોટર સાયકલ પર દેશી અભલોડ ગામ આવવા માટે રવાના થયા હતા તેમજ સવસીંગભાઈ બાઈકમાં પેટ્રોલ પુરાવી પાછળથી અભલોડ ગામે આવવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં નઢેલાવ ગામે મહેશભાઈ પરમારે બાઈક પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા મોટરસાયકલ પર સવાર પર સવાર જીમાલભાઈ, મહેશભાઈ તેમજ અમૃતાબેન બાજુમાં આવેલી ફેન્સીંગના થાંભલા સાથે અથડાતાં તેઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ આસપાસના ભેગા થયેલા સ્થાનિકોએ 108 મારફતે ઇજાગ્રસ્ત ત્રણેય ઇસમો ને સારવાર માટે નજીકના દવાખાને ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન જીમાલભાઈ પલાસ તેમજ તેમની પુત્રી અમૃતાબેન નું મોત નીપજ્યું હતું.

 

 ઉપરોકત બનાવ સંદર્ભે અભલોડ ચાંદલી ફળિયાના રહેવાસી સવસીંગ ભાઈ પલાસે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેસાવાડા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!