Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ડબલારા ગામની 20 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ.

March 11, 2022
        2174
ફતેપુરા તાલુકાના ડબલારા ગામની 20 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ.

  બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના ડબલારા ગામની 20 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ.

સુખસર,તા.11

ફ તેપુરા તાલુકાના ડબલારા ગામની 20 વર્ષીય યુવતી છેલ્લા પંદરેક દિવસથી ઘરે કોઇને જાણ કર્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ કરી ગુમસુદા યુવતીની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

   જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડબલારા ગામના ઘાટી બારીયા ફળિયા ખાતે રહેતા વંકલાભાઇ સવજીભાઈ બારીયાની પુત્રી નામે રેખાબેન વકલાભાઇ બારીયા ઉંમર વર્ષ 20.ના 24/02/ 2022 ના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરે કોઇને જાણ કર્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થઈ હોવાનું જાણવા મળે છે.તેની સગા સંબંધીઓ તથા પરિચિતોમાં તપાસ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.રેખાબેન ઘરેથી નીકળ્યા તેવા સમયે લાલ કલરનું ટોપ તથા કાળા કલરનો લેધો પહેરેલ હોવાનું તેમજ શરીરે ધઉ વર્ણી,મધ્યમ બાંધાની,ઉંચાઈ 5 ફૂટ 2 ઇંચ જેટલી હોવાનું પોલીસ દફતરે નોંધાવવામાં આવ્યું છે.ઉપરોક્ત ફોટામાં જણાવેલ વર્ણન વાળી યુવતીની ભાળ મળેતો સુખસર પોલીસ સ્ટેશન ફોન નંબર-02675235333 તથા મોબાઇલ નંબર-9537274487 ઉપર જાણ કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!