Thursday, 02/02/2023
Dark Mode

દાહોદ:આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 181અભયમ મહિલા હેલ્પ લાઇનની સફળ કામગીરી.

March 7, 2022
        435
દાહોદ:આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 181અભયમ મહિલા હેલ્પ લાઇનની સફળ કામગીરી.

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ:આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 181અભયમ મહિલા હેલ્પ લાઇનની સફળ કામગીરી.

દાહોદ તા.07

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકો ને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે મહીલાઓ ને ઘરેલું હિંસા સહિત ની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબત મા તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકાર ના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહીલા દીવસ ના રોજ રાજ્યવ્યાપી 181અભયમ મહિલા હેલ્પલાઈન ની શરૂઆત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતાં શ્રી જશવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટિંગ ઓફિસર એ જણાવ્યુ હતુ કે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માં ખુબ અગત્ય ની સેવા તરીકે સાબિત થઇ છે આ ઇમરજન્સી સેવા થકી કટોકટી ની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજન ની જેમ સાથે રહી પિડીત મહીલાઓને મદદ,માર્ગદર્શન અને બચાવ થતો હોઇ ગુજરાત ની મહીલાઓ મા અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કરેલ છે. આજના પ્રસંગે ગુજરાત સરકાર નો આભાર માનતા 24*7કાર્યરત રહેતી 181અભયમ મહિલા હેલપલાઇન ટીમ ની સરહના કરતા જણાવ્યુ કે સમગ્ર દેશ મા એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી છે જેને દિવસે દિવસે બહોલો પ્રતિસાદ મળી રહેલ છે મહીલાઓ ની સુરક્ષા અને સશક્તિકરણ ની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ ગુણવત્તા નું આદર્શ રાજ્ય બનવા પામેલ છે.

અભયમ મહિલા હેલ્પલાઇનની ખાસ વિશેષતાઓ એ છે કે મહીલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકાર ની હિંસા, દુવ્યવહાર કે છેડતી જેવી ધટના સમયે તાત્કાલિક બચાવ અને સલાહ, સુચન ની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક મદદરૂપબને છે.108ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી 24*7 કલાક સેવાઓ આપતી હેલ્પલાઇન કાર્યરત કરેલ છે, પિડીત મહિલાને ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સિલગ અને માગૅદશૅન પૂરું પાડવું.

આ હેલ્પલાઇન 24*7વિના મૂલ્યે કાર્યરત છે.

વર્ષ 2015 થી 2021દરમિયાન 9,76,000 જેટલા જરૂરિયાતમંદ મહીલાઓ એ સર્વિસ કોલ કર્યાં હતાં જેમા અતિ ગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે બે લાખ જેટલા કિસ્સામાં સ્થળ પર પહોચી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કીસ્સામાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન અથવા સરકારશ્રીની અન્ય એજન્સીઓ મા આશ્રય માટે કે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વર્ષ 2021 દરમિયાન દાહોદ જિલ્લામાંથી 3687 જેટલાં સર્વિસ કોલ મળેલ હતાં.750 જેટલાં કિસ્સામાં અભયમ રેસ્કયું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાનો બચાવ અને મદદ પહોચાડવામાં આવી હતી.

499 કેસો મા અસરકારક કાઉન્સિલગ થી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલું હિંસાના 1716,લગ્નજીવન ના વિખવાદ 118, ખોવાયેલા- ભૂલા પડેલા 14, માનસિક શારિરીક હેરાનગતિ મા 648 , બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ મા 41 અને કામના સ્થળે જાતિય સતામણી ના 08, આત્મહત્યા ના વિચારોથી મુક્તિ ના 07 કેસો સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાત ની મહીલાઓ આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ને એક સાચી સાહેલી બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!