Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:નાનપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર 26 વર્ષીય યુવતીને ફોઇ ફુઆના ત્રાસમાથી  કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન…

March 7, 2022
        1205
દાહોદ:નાનપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર 26 વર્ષીય યુવતીને ફોઇ ફુઆના ત્રાસમાથી  કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન…

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ:નાનપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર 26 વર્ષીય યુવતીને ફોઇ ફુઆના ત્રાસમાથી  કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન…

 

દાહોદ તા.07

દાહોદ ની એક ૨૬ વર્ષની યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી પોતાના ફોઇ ફુઆના શારીરિક માનસીક ત્રાસમાંથી મુકત કરાવવા અનુરોધ કરતા અભયમ રેસકયુ ટીમ દાહોદ તાત્કાલીક સ્થળ પર પહોચી યુવતી ને તેના પિતરાઈ ભાઈ પાસે રહેવાની ઈચ્છા હોવાથી તેમને સોંપવામાં આવતાં યુવતી એ આ મદદ બદલ અભયમ ટીમ નો ખુબ આભાર માન્યો હતો.

મળતી માહિતી મુજબ નાનપણ મા માતાપિતા નું અવસાન થતાં યુવતી નામે રંજન ( નામ બદલેલ છે) ફોઇ ફુઆ ના ઘરે રહેતા હતા જેઓ એ તેને ઘર નું તમામ કામકાજ કરાવતા અને અભ્યાસ પણ છોડાવી દીધો હતો, સમય સર પુરતું જમવાનું આપતાં નહિ અને અવાર નવાર અપશબ્દો બોલી મારઝૂડ કરતા. રંજન ના પિતા ને પેન્શન આવતું તે પણ તેઓ લઇ લેતા.ઘરમાંથી બહાર નિકલવા દેતા નથી અને ઘર બંધ કરી રાખે અને ઘર નું બધું કામકાજ કરાવે છે.રંજનને આ કાયમી ત્રાસ માથી છુટકારો અપાવવા એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧મહિલા હેલ્પ લાઇન મા કોલ કરવાં માહિતી આપી હતી અભયમ ટીમે રંજન ને સાંત્વના આપી હતી.

અભયમ ટીમે ફોઇ ફુઆને સમજાવેલ કે આ રીતે હેરાન કરવાં તે સામાજીક અને કાયદાકિય અપરાધ છે.જેની સજા પણ થઇ શકે છે જેઓ એ પોતાની ભુલ કબૂલી હતી. અને હવે પછી રંજન ને સારી રીતે રાખશે કોઈપણ પ્રકાર ની હેરાનગતી નહીં કરે તેની ખાતરી આપી પરતું રંજન તેઓ પાસે રહેવા માંગતા ના હોઈ એને પોતાનાં પિતરાઈ ભાઇ સાથે રહેવાની ઈચ્છા જણાવતાં તેમને ત્યાં લઈ જવામાં આવ્યાં હતા અને ફોઈ પાસે રહેલ બેંક નુ એ.ટી એમ કાર્ડ, અન્ય ડોક્યુમેન્ટ્સ અપાવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!